ચૂંટણી પહેલા જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષાની તારીખ જાહેર
ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે લોકોને રીઝવવા આજે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરિક્ષાની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી આવતા જ રાજ્ય સરકારનો લ્હાણી કાર્યક્રમ શરુ થઈ જાય છે ત્યારે આજે સવારના જ હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.
પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે મહત્વનો નિર્ણય
વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂર જોસમાં ચાલી રહી છે. આજે તારીખો જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયું છે. ત્યારે આજે સવારે પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.
આ પણ વાંચો:ભાજપ અને કોંગ્રેસ પાસે હાલમાં કેટલી છે બેઠક અને શું આ વખતે બદલાશે સમીકરણ ?
હવે તલાટી અને જુનિયર ક્લાર્કની પરિક્ષાની તારીખો જાહેર
આ સિવાય લાંબા સમયથી રાહ જોવાતી તલાટી અને જુનિયર ક્લાર્કની પરિક્ષાની તારીખો જાહેરલ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યના યુવાનો અને મતદારોને ખુશ કરવા માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. જેમાં આગામી 8 જાન્યુઆરીના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે અને 29 જાન્યુઆરીના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે.આ બન્ને પરીક્ષાઓ મળીને કુલ ૨૭ લાખ જેટલા ઉમેદવારો કુલ અંદાજિત ૯૦૦૦ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપશે જે ગુજરાતના ૦૧ કરોડ જેટલા પરીવારોને અસર થશે.