રાજયમાં વિધાનસભાના જંગની તારીખો જાહેર, આજથી પ્રચારનો શંખનાદ
આખરે તમામ અટકળોનો અંત આવી ગયો છે અને રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં બે તબક્કામાં મતદાન થશે. આ વચ્ચે પહેલા ચરણમાં મતદાનની તારીખ 1 ડિસેમ્બર છે, બીજા ચરણમાં મતદાનની તારીખ 5 ડિસેમ્બર છે. જ્યારે બંને ચરણનું પરિણામ 8 ડિસેમ્બરના જાહેર થશે.
આ વચ્ચે ઉમેદવારો માટેનું નોટિફિકેશન માટે પ્રથમ ચરણ 5મી નવેમ્બરના લાગુ થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 89 સીટનુંપ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 93 બેઠકનું 5 ડિસેમ્બરે થશે મતદાન થશે.
આજે ચૂંટણી જાહેરાત બાદ રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ પડશે જેના કારણે તમામ પ્રકારની રાજકીય જાહેરાત પણ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ આવી જશે.
આ પણ વાંચો :ચૂંટણીની જાહેરાત વચ્ચે ભાજપના આ દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં
વિધાનસભાની કુલ 182 બેઠકોની તમામ નોંંધનીય માહિતી :
- સામાન્ય બેઠક 142
- એસસી અનામત – 17
- એસટી અનામત – 23
- રાજ્યમા મતદાન મથકો :- 51,782
- દરેક વિધાનસભામા એક મોડલ પોલીંગ સ્ટેશન બનાવાશે
- શહેરી વિસ્તારોમાં 17,506 મતદાન મથકો
- ગ્રામ્ય વિસ્તારોમાં 34,276 મતદાન મથકો
- 142 મોડલ મતદાન મથક
- 27 હજાર થી વધુ સર્વિસ મતદાતા
- 9.87 લાખ 80 વર્ષ થી ઉપર નાં મતદાતા
- તમામ મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર જ
સૌથી વધુ યુવાનો આ વખતે કરશે મતદાન
તાજેતરમાં જ ચૂંટણી પંચે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આખરી મતદારયાદીની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમ કુલ 8.64 લાખ જેટલા યુવા મતદારો આ વખતે પહેલી વખત વોટ આપશે.