ચૂંટણીની જાહેરાત વચ્ચે ભાજપના આ દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં
રાજ્યમાં ચૂંટણીની તારીખો જાહેરાત વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં છે. મળતી માહિતી મુજબ આજે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહેલાથી ચાર દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ આજે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે રાજ્યમાં આજે12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ત્યારે આ સમયે ભાજપના દિગ્ગજ નેતા ગુજરાતમાં આવી રહ્યા છે.
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ
આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમની જાહેરાત કરાશે. તેમાંય ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં જાહેર થાય તેવી શક્યતા છે. તો પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ જાહેર થઈ શકે છે. તો આ ચૂંટણીની તારીખો જાહેર થશે તે બધાની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં છે.
ઉમેદવારોના નામ પર આજે વિચારણા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ આજે ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ ગૃહમંત્રી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ભાજપની 3 દિવસની સંકલન બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ પર મંથન કરાશે. ગુજરાત પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર યાદવ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. સાથે જ સેન્સ પ્રક્રિયામાં આવેલા નામોની સંકલન સમિતિમાં ચર્ચા કરાશે.
આ પણ વાંચો; રાજ્ય વિધાનસભા ચૂંટણીની આજે બપોરે 12 વાગ્યે થશે જાહેરાત