ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાત: BJPએ યુવાનોને પોતાની તરફ આકર્ષવા બનાવ્યો ખાસ ડિજિટલ પ્લાન

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી ગઇ છે. જેમાં વિવિધ રાજકીય પક્ષો મતદારોને રિઝવવા અને બેઠકો પર વિજયનો આંકડો વધારવા ગત ચૂંટણી કરતાં શું નવું આ વખતે થઈ શકે તેની વ્યૂહરચના કરવા માંડ્યા છે. રાજ્યના તમામ રાજકીય પક્ષોમાં યુવાનોને પોતાની તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં ભારતીય જનતા પક્ષ યુવા મતદારોને આકર્ષવાના મામલે કદાચ અગ્રેસર છે.

આ પણ વાંચો: મોરબી દુર્ઘટનામાં જવાબદાર કંપનીએ પોલિટિકલ પાવર વાપરી પિતા-પુત્રને “વધેર્યા”

હેશટેગ સાથે અભિયાન પણ શરૂ કરી દીધું

આ વખતે ચૂંટણીમાં વલણ બહુમતી માટે નિર્ણાયક બની રહેવાનું છે. તેવી ગણતરીને ધ્યાને રાખી ભાજપે નવો પ્લાન તૈયાર કર્યો છે. જેમાં સરેરાશ આઠથી નવ કલાક સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહેતા યુવા મતદારોને ડિજિટલી ટાર્ગેટ કરવાનું ભાજપે શરૂ કરી દીધું છે. આ માટે સોશિયલ મીડિયામાં ભાજપે #BJP4Gujarat2022 અને #BJP4Gujaratના હેશટેગ સાથે અભિયાન પણ શરૂ કરી દીધું છે. ભાજપની ગણતરી મુજબ 1.2561 કરોડ યુવા મતદારો સુધી કોઈપણ રીતે પહોંચવાનું લક્ષ્ય છે. આ માટે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, લિન્ક્યુઈન, યૂટ્યૂબ તથા વોટ્સએપ, મેસેન્જર, ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: મોરબી દુર્ઘટના: 135 નિર્દોષોના જીવ ગયા અને OREVAના માલિકે પુસ્તકમાં બોલ બચન કર્યા

ભાજપ માટે ડિજિટલ ઈલેક્શન સ્ટ્રેટેજી ફરજિયાત બની

ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટિના એક સભ્યના કહેવા મુજબ, ભાજપે હાલ ગુજરાતમાં 5,૦૦૦થી વધુ ડિજિટલ એમ્બેસેડર્સ તૈયાર કર્યા છે. જેમનું એકમાત્ર કામ ભાજપની હકારાત્મક હકીકતો ટ્વિટ કરવાનું છે. ટેલિકોમ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રાજ્યના શહેરોમાં ઈન્ટરનેટની રીચ લગભગ 99 ટકા જેટલી છે. આથી આ ચૂંટણીમાં અભૂતપૂર્વ બેઠકો હાંસલ કરવી હશે તો ભાજપ માટે ડિજિટલ ઈલેક્શન સ્ટ્રેટેજી ફરજિયાત બની ગઈ છે. આ જ સભાનતા સાથે ભાજપ દ્વારા આખી રણનીતિ તૈયાર થઈ ગઈ છે.

Back to top button