મધ્ય ગુજરાતસંવાદનો હેલ્લારો

JollyHires અને Motherhood Foundation ને મળીને કર્યું 500 જેટલાં કપડાનું દાન

Text To Speech

કહેવાય છે “ખુશીયાં બાટને સે બઢતી હૈં ” ત્યારે જરૂરિયાતમંદના જીવનન ખુશહાલ બનાવવા માટે અમદાવાદ સ્થિત JollyHires કંપની અને Motherhood Foundation દ્ઘારા એક પહેલ કરવામાં આવી હતી. જેમાં JollyHires કંપનીના કર્મચારીએ અમદાવાદ શેલા વિસ્તારમાં એક ચાલીમાં 200 જેટલા લોકોને નવા કપડાંનું દાન કર્યું હતું. તેમણે લગભગ 500 જેટલાં કપડાં દાન કર્યા હતાં.

આ પણ વાંચો : ગુજરાતના નર્મદા અને થરાદમાં ‘સુપોષણ’ની ધામધૂમથી ઉજવણી

Jolly Hires - Hum Dekhenge News (1)
Social Work

બીજાનું હિત કરવું એ જ સાચી માનવતા : હરીઓમ ઠાકુર

JollyHiresનાં એક કર્મચારી હરીઓમ જણાવે છે કે કપડાં દાનએ આજનાં જમાનામાં શ્રેષ્ઠ દાન પૈકી એક દાન છે. આપણાં સિવાય બીજાનું હિત કરવું એ જ સાચી માનવતા છે. અમે અને અમારી કંપની હંમેશા આવા સામાજિક કામ કરવાં માટે તત્પર રહીએ છીએ. આ વખતે અમે આ ભગીરથ કામ માટે Motherhood Foundation ની સાથે મળીને કામ કર્યું હતું. આ ઉત્કૃટ કામ માટે હું અને મારી કંપની Motherhood Foundationનાં આભારી છીએ.

Jolly Hires - Hum Dekhenge News (3)
Social Work

JollyHires કંપની વિશે

JollyHires એ નોકરી મેળવાની એક મોબાઈલ એપ્લિકશન છે જે લોકો ને એમના નજીકના વિસ્તારમાં લોકોને નોકરી મેળવવામાં મદદ કરે છે અને પહેલા પણ આ કંપનીના કર્મચારીયો દ્વારા આવા સમાજ સુધારક અને હિતના કર્યો કરવામાં આવ્યા છે. આવી સામાજિક કાર્યો કરી સમાજમાં એક નવી રીત સંચાર કરી રહી છે. કંપની તેનાં કર્મચારીઓ સિવોય આપણાં સમાજને પણ પરિવાર માને છે એટલે તેની સંભાળ લેવાની જવાબદારી લઈ જરૂરિયાતમંદની મદદ કરવાની ફરજ પૂરી કરે છે.

Jolly Hires - Hum Dekhenge News (2)
Social Work

મધરહુડ ફાઉન્ડેશન વિશે

મધરહુડ ફાઉન્ડેશન એ વર્ષ 2019માં સ્થપાયેલ એક શિક્ષણ અને વિકાસ દ્વારા મુખ્ય પડકારોને સંબોધતી એક સંસ્થા છે, તેમનું મુખ્ય વિઝન જીવન જીવવાની નવી અને સ્વસ્થ રીતની શોધ કરીને માનવના સામાજિક જીવન, પ્રકૃતિની ઇકો-સિસ્ટમનું નિર્માણ અને સંવર્ધનને ટકાવી રાખવાનું છે. તેમનું કેન્દ્રિય ધ્યાન લોકોના જીવનના ધોરણને નવીન વિચારસરણી દ્વારા જરૂરી સમર્થન આપવા પર છે. મધરહુડ ફાઉન્ડેશન એ સતત સંશોધન અને વિકાસ સંભવિત ક્ષેત્રોને વ્યાખ્યાયિત કરે છે, જે અમને યોગ્ય સમયે યોગ્ય પ્રયાસો માટે યોગ્ય અભિગમ શોધવામાં મદદ કરે છે.

Back to top button