ગુજરાતમાં ચૂંટણી આવતા ફરી 12 IPSની બદલી, ઉષા રાડાને સાઇડ લાઇન કરાયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હવે ગમે તે સમયે જાહેર થઇ શકે છે. તેવામાં રાજ્યમાં 12 આઇપીએસ કક્ષાના અધિકારીઓની બઢતી અને બદલી કરાઇ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ 22 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી.
અગાઉ રાજ્યના 22 આઈપીએસની બદલી થઇ હતી
હજુ ઘણા આઇપીએસ કક્ષાના અધિકારીઓની બદલીઓ થવાની પૂરી શક્યતાઓ છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે. અગાઉ રાજ્યના 22 આઈપીએસ સાથે આજે બીજા 12 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે આઈપીએસ અધિકારીઓની બદલીઓ અને બઢતીનો ગંજીફો ચીપાઈ ગયો છે. ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળ્યાં છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી સરકાર સતત અનેક ખાતાઓમાં અધિકારીઓની બદલી કરી રહી છે.
જાણો કયા IPS અધિકારીઓની થઈ બદલી:
કોમલબેન વ્યાસ (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ શહેર અને ભક્તિ કેતન ઠાકોર (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન 1 સુરત શહેર) સાથે જ કેતન દેસાઈ (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-4 અમદાવાદ) અગાઉ રાજ્યના 22 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં આઇપીએસ ઓફિસર ઉષા રાડાને સુરત શહેરના ઝોન-3ના પોલીસ કમિશનર તરીકે મૂકાયા હતા. પણ હવે તેમને સાઇટલાઇન કરાયા છે.
આ પણ વાંચો: ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટો ફેરફાર, રાજ્યના 27 બિન હથિયારી PIની બદલી
એન.એન.ચૌધરી (બદલી બાદનું સ્થળઃ એડિશનલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) અમદાવાદ તથા એ.જી.ચૌહાણ (બદલીનું સ્થળઃ સ્ટેટ પોલીસ એકેડમી, ખરાઈ, ગાંધીનગર) અને આર.ટી સુસારા (બદલીનું સ્થળઃ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર હજીરા) તેમજ ફરીથી ઉષા રાડાની બદલી કરવામાં આવી છે (બદલીનું સ્થળઃ એસઆરપીએફ) અને હર્ષદકુમાર કે. પટેલ (બદલીનું સ્થળઃ ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, ગાંધીનગર) તથા મુકેશકુમાર એન. પટેલ (બદલીનું સ્થળઃસીઆઈડી ક્રાઇમ, ગાંધીનગર) તેમજ પિનાકિન પરમાર (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-3 સુરત) તથા બલદેવ સિંહ વાગેલા (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ટ્રાફિક (એડમીન) અમદાવાદ) અને હેતલ પટેલ (બદલીનું સ્થળઃ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ) સુરત) તરીકે નિમવામાં આવ્યા છે.