ભારત પર ‘મેઘ’ મેહેરબાન : રોમાંચિક મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે 5 રનથી જીત
એડિલેડ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ભારતે બાંગ્લાદેશ સામે 5 રનથી જીત મેળવી છે. ભારતે શરુઆતમાં 185 રનનો લક્ષ્ય આપ્યો હતો અને મેચ વચ્ચે વરસાદ પડતાં DLS સિસ્ટમ પ્રમાણે 151 રનનો નવો લક્ષ્ય બાંગ્લાદેશને મળ્યો હતો, જેનાં જવાબમાં બાંગ્લાદેશે 16 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 145 રન જ કરી શકી હતી. વરસાદનું વિધ્ન દુર થયાં મેચ ફરી શરૂ થઈ હતી. જેમાં બાંગ્લાદેશને હવે DLS પ્રમાણે જીતવા માટે 16 ઓવરમાં 151 રનની જરુર હતી. વરસાદને લીધે અટકાયેલી મેચ વરસાદ બાદ શરુ થતાં ભારતને 6 વિકેટ મળી હતી, જે 7 ઓવર પહેલાં એક પણ વિકેટ નહોતી લઈ શકી. ભારત તરફથી અર્શદીપ અને હાર્દિકે 2-2 અને શમીએ 1 મહત્વની વિકેટો ઝડપી હતી.જ્યારે ખતરનાક બેટર લિટન દાસને રનઆઉટ કર્યો હતો.
Bangladesh gave it their all, but India reign in Adelaide ????#T20WorldCup | #INDvBAN | ????: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/EOMtLYt3zb
— ICC (@ICC) November 2, 2022
A brilliant performance after the rain break from India ⚡
India are #InItToWinIt@royalstaglil | #T20WorldCup pic.twitter.com/fa6kAAoMep
— ICC (@ICC) November 2, 2022
LIVE : BAN 145/6 (16/16) CRR – 9.06
IND 184/6 (20) CRR – 9.20
વરસાદ રહ્યો મેચનો ટર્નિંગ પોઈન્ટ
ભારતીય ટીમ પર આજે મેઘરાજા ખરેખર મહેરબાન રહ્યાં હતાં, એક સમયે હારેલી મેચ વરસાદ બાદ ભારતનાં ખાતે આવી હતી. બાંગ્લાદેશ તરફથી ઓપનર લિટન દાસે 7 ઓવર સુધીમાં 27 બોલમાં 3 છગ્ગાં અને 7 ચોગ્ગાની મદદથી 60 રન મારી દીધી હતા,પરંતુ 7મી ઓવરમાં વરસાદ પડતાં મેચ રોકવી પડી હતી.થોડીવાર બાદ વરસાદ બંધ થતાં DLS સિસ્ટમ પ્રમાણે બાંગ્લાદેશે 16 ઓવરમાં 151 રન બનાવવોનો નવો લક્ષ્ય મળ્યો હતો, જેનાં જવાબમાં બાંગ્લાદેશે 16 ઓવરમાં 6 વિકેટનાં નુકસાને 145 રન જ બનાવી શકી હતી. લિટન દાસ રન આઉટ થતાં બાકીનાં બેટરો એક પછી એક વિકેટો ભારતને આપતાં ગયાં હતાં.
Play to resume soon in Adelaide ????
The revised target for Bangladesh is 151 from 16 overs ????#T20WorldCup | #INDvBAN | ????: https://t.co/vDRjKeeGvf pic.twitter.com/J0qqus3Tmg
— ICC (@ICC) November 2, 2022
વિરાટ અને કે એલ રાહુલએ ફટકારી ફિફ્ટી
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યાં હતાં. ભારત તરફથી વિરાટ અને કે એલ રાહુલએ ફિફ્ટી ફટકારી હતી. રાહુલે 50 રન અને કોહલીએ અણનમ 64 રન બનાવ્યાં છે. વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી અને આ ફિફ્ટી સાથે તે T20 WCનો ટોપ સ્કોરર પણ બની ગયો છે. આ સિવાય કે એલ રાહુલે પણ તેની અડધી સદી ફટકારી હતી, કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી.
કે એલ રાહુલનું ફોર્મ પરત ફર્યુ.
ભારતીય ઓપનર્સની વાત કરીએ તો કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન મારીને આઉટ જરૂર થઈ ગયો છે, પરંતુ કે એલ રાહુલ આજે ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. કે એલ રાહુલે આજે તેની અડધી સદી ફટકારી હતી. રાહુલે 32 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યાં હતાં. ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 30 રન બનાવ્યાં હતાં.
વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો
વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં તેની ત્રીજી ફિફ્ટી ફટકારી હતી અને આ ફિફ્ટી સાથે તે T20 WCનો વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. વિરાટે આજે 44 બોલમાં 1 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 64 રન બનાવ્યાં છે. આ દરમ્યાન તેની સ્ટ્રાઈક રેટ 145.45 જેટલી રહી હતી. આ સિવાય વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ ફિફ્ટી મારનાર બેટર પણ બન્યો છે. કોહલી એ અત્યાર સુધી 21 અડધી સદી ફટકારી છે. આ યાદીમાં બીજા સ્થાને સચિન તેંડુલકર છે અને ત્રીજા સ્થાને ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે.
બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન
ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્લિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશઃ નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.