ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજીમાં મા અંબાના ચાચર ચોકમાં શોકસભા, મૃતકોના મોક્ષાર્થે યોજાઈ પ્રાર્થના સભા

Text To Speech

પાલનપુર : મોરબીમાં બનેલી દુઃખદ પુલ દુર્ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરમાં શોક છવાયો છે. મોરબી ખાતે કેબલ બ્રિજ દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલ દિવંગત આત્માઓને આદરના ચિન્હ તરીકે સરકારએ તા.૦2 નવેમ્બર’22 ના રોજ રાજકીય શોક જાહેર કરી રાજ્યવ્યાપી શોક પાળવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો હતો.

જેને પગલે ઠેર ઠેર શ્રદ્ધાંજલી કાર્યક્રમો દ્વારા પ્રાર્થના સભા અને શોકસભા યોજી મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

અંબાજી-humdekhengenews

બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે સવારે ૧૧.૦૦ વાગ્યે પ્રાર્થનાસભા રાખી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી દુર્ઘટનાને પગલે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબેલું છે ત્યારે દુઃખની આ ઘડીમાં સમગ્ર ગુજરાત મૃતકોના પરિવારજનોની પડખે છે.

દિવંગત આત્માઓની શાંતિ અર્થે હદય પૂર્વક પ્રાર્થના કરાઈ

માં અંબાના ચાચર ચોકમાં આયોજિત શોકસભામાં ઉપસ્થિત સૌ કોઈએ મોરબી પુલ હોનારતના મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી આદ્યશક્તિ માં અંબા મૃતકોના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

અંબાજી-humdekhengenews

પ્રાર્થનાસભામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને તેની તમામ પેટા શાખાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, સિક્યોરિટી જવાનો , સફાઈ કર્મીઓ, 51 શક્તિપીઠના પૂજારીઓ , તમામ સંસ્થાના કર્મચારી તથા ઉપસ્થિત યાત્રિકો જોડાયા હતા અને દિવંગત આત્માઓની શાંતિ અર્થે હદય પૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજકોટના રાજકારણમાં ખળભળાટ, આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ગેરલાયક ઠેરવાયા

Back to top button