બનાસકાંઠા : બાલારામ નદીમાં ડૂબવાની ઘટનાઓમાં બચાવ માટે લાઈફ જેકેટ-ટ્યુબ મુકાયા
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના બાલારામ મહાદેવ આગળ બાલારામ નદીમાં દર ચોમાસા વખતે ડૂબવાની ઘટનાઓ બને છે. આવી ઘટનાઓને રોકવા માટે બાલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુભાઈ દ્વારા લાઈફ જેકેટ અને ટ્યુબ જેવી સાધન સામગ્રી મૂકવામાં આવી છે. જેમાં ડૂબવાની ઘટનામાં એલાર્મ વગાડીને તમામ લોકોને સાવચેત કરી બચાવ કામગીરી હાથ ધરી વ્યક્તિની મદદએ દોડી જઇ સહુ કાર્યવાહીમાં જોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરિણામે ડૂબતા વ્યક્તિનો જીવ બચાવી શકાય.
મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ જોષીની સરાહનીય કામગીરી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર- આબુરોડ માર્ગ પર 18 કીલોમીટર દૂર આવેલ બાલારામ મહાદેવનું મંદિર પૌરાણિક અને ધાર્મિક સ્થળ છે. જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે જતા હોય છે. ત્યારે અહીંયા વહેતી બાલારામ નદીમાં નાહવા માટે ઘણા લોકો પોતાની લાલચ રોકી શકતા નથી. અને ક્યારેક નદીના પાણીમાં ડૂબવાની ઘટનાઓ બનતી હોય છે. આવા સમયે કોઈ બચાવ કામગીરીના સાધનોના અભાવે મોતની ઘટના સર્જાતી હોય છે.
જેને લઈને બાલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને કેસર સેવા ચલાવતા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અહીંની બાલારામ નદીમાં ડૂબવાની ઘટનામાં ડૂબતા વ્યક્તિને બચાવવા માટે લાઈફ જેકેટ અને ટ્યુબની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈને કોઈ નિર્દોષનું મોત નીપજે નહીં. આ પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં બાલારામ નદીમાં અનેકવાર બની છે. જેના કારણે કેટલાય પરિવારો નોંધારા બન્યાના દાખલા છે. જેથી આ મહત્વનો નિર્ણય ટ્રસ્ટી રાજુભાઈ લેવામાં આવ્યો હતો. બુધવારે બાલારામ ખાતે આ સમગ્ર ડૂબવાની ઘટના અંગેનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પાલનપુર : થરાદમાં PMની સભામાં મંડપનો નટ-બોલ્ટ ખોલતો યુવક નો વિડીયો વાયરલ