ગુજરાતટોપ ન્યૂઝ

SIT શું છે અને કેમ તેના કામ પર લોકોને વિશ્વાસ નથી ?

રાજ્યમાં આજે મોરબીની ઘટનાના કારણે શોકગ્રસ્ત થયો છે. ત્યારે સરકાર તરફથી તાત્કાલિક ધોરણે બનાવવામાં આવેલી SIT ફરી એકવાર ચર્ચામાં આવેલી છે. મોરબીમા ઝુલતા બ્રિજ પર તૂટવાની ઘટનામાં સરકારે તાબડતોબ ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની SIT પણ બનાવી લીધી, જે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Morbi Bridge Collapsed
મોરબીમાં ઝુલતો પુલ તૂટી ગયો

મોરબી ઘટનામાં પોલીસે નોંધેલી FIRમાં OREVA ગ્રુપ કે જયસુખ પટેલના નામનો કોઈ ઉલ્લેખ જ નથી. જ્યારે બ્રિજના માલિક ગણી શકાય તેવા જયસુખ પટેલના નામનો કોઈ ઉલ્લેખ જ નથી, જ્યારે આ બ્રિજને જયસુખ પટેલે જ કોઈપણ જાતના NOC કે ફિટનેસ સર્ટિફિકેટ લીધા વગર ખુલ્લો મુક્યો હતો. આ અંગે તેમને બ્રિજ ખુલ્લો મુક્યો ત્યારે પત્રકારો સાથે વાતચીત પણ કરી હતી, છતાં હજી સુધી કોઈ પણ કાર્યવાહી થઈ નથી. પણ આ બધા વચ્ચે SIT સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું મુખ્ય કામ શું છે અને આટલાં સમયથી રાજ્યમાં બનતી ઘટના સમયે તેના કામ સામે કેમ સવાલો ઉઠી રહ્યા છે ?

આ પણ વાંચો : મોરબી દુર્ઘટના બાદ જાગ્યું પ્રશાસન, અટલ બ્રિજ પર આટલાથી વધુ લોકો નહીં જઈ શકે

SIT શું છે અને કેવી રીતે કરે છે કામ ?

જો વાત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની કરવામાં આવે તો તેમાં નિષ્પક્ષ તપાસ માટે તજજ્ઞોની ટીમને લઈને બનાવવામાં આવે છે. જેમાં તે ઘટનાના નિક્ષ્ણાંત, વરિષ્ઠ પોલીસ કે સનદી અધિકારી, સાથે જ જ્જ સમકક્ષ કોઈ અધિકારીને સાથે લઈ એક ટીમ બનાવવામાં આવે છે. તેના રિપોર્ટના આધારે કોઈ પણ ઘટનામાં ફરિયાદી સામે કે ઘટનામાં જેની ભૂલ હોય તેની સામે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આ ટીમને ઘણાં કિસ્સામાં કોર્ટમાં પુરવા સ્વરૂપે પણ રજુ કરવામાં આવે છે.

આ પણ વાંચો : મોરબીની ઘટનાથી ગુજરાત સહિત દેશભરમાં શોકનો માહોલ, પણ સવાલો અકબંધ, જુઓ વિડીયો

રાજ્યમાં સરકાર તરફથી વારંવાર ઘટના બને છે અને SIT ની રચના કરી દેવામાં આવે છે પણ કોઈ પરિણામ આવતું નથી. અગાઉ રાજ્યમાં અગાઉ બનેલી બરવાળાના લઠ્ઠાકાંડ, તક્ષશિલા કાંડ તથા અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા બાબતે પણ સરકારે તપાસ સમિતિઓ બનાવી હતી, પરંતુ આવી સમિતિઓના રિપોર્ટ વર્ષો સુધી રજુ થતાં નથી અથવા તો મુખ્ય આરોપીઓને આડકતરી રીતે બચાવી લેવામાં આવે છે. આ પ્રકારની જ કેટલીક ઘટનાઓ હાલમાં સામે આવી છે…

બોટાદ લઠ્ઠાકાંડમાં સંચાલક સામે હજી સુધી કોઈ જ કાર્યવાહી નહીં

latthakand
લઠ્ઠાકાંડમાં 55થી વધુ લોકોના મોત નીપજ્યા હતા

થોડાં સમય પહેલાં જ બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી 55 જેટલા લોકોના મોત નિપજ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકોના મોતથી સરકાર પર અનેક સવાલો ઉઠ્યા હતા. આ ઘટનામાં પણ સરકારે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જોકે ઘટનામાં કેમિકલ કંપનીના મુખ્ય સંચાલક સહિતના ડાયરેક્ટરો સામે કોઈ પગલાં જ નહોતા લેવાયા. ઉપરાંત સાઈડ પોસ્ટિંગ પર રહેલા IPSને પણ હાલમાં જ રેગ્યુલર પોસ્ટિંગ ફરીથી આપી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : મોરબી દુર્ઘટનાને ત્રણ દિવસ છતાં કંપનીના માલિક કે પરિવારજનો દ્વારા કોઈ સાંત્વના નહીં, ઉલટાનું આપ્યું આવું વિચિત્ર નિવેદન

અમદાવાદની શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી બહાર ફરે છે

શ્રેય હોસ્પિટલ Hum Dekhenge News

કોવિડ સમયે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 જેટલા દર્દીઓના મોત થયા હતા. જે બાદ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉઠ્યા હતા અને ભારે ઉહાપોહ બાદ સરકારે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવી હતી. જોકે હાલ આ કેસની વાત કરીએ તો હોસ્પિટલના ટ્રસ્ટી ભરત મહંત સહિતના આરોપીઓ જામીન પર મુક્ત છે.

તક્ષશિલા અગ્નિકાંડ કેમ કરી ભૂલી શકાય

તક્ષશિલા અગ્નિકાંડ Hum Dekhenge News

રાજ્યને મોરબીની જેમ જે રડાવી દેનાર તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના આપણે કેવી રીતે ભૂલી શકીએ. જેમાં ગેરકાયદેસર ધમધમતા ક્લાસિસમાં ભણતા 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ ઘટના બાદ પણ સરકારે કોઈપણ કસુરવારને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપી હતી, પરંતુ આજે આ કેસમાં 14માંથી 13 જેટલા આરોપીઓ જામીન પર છૂટી ગયા. માત્ર કોચિંગ સંચાલક જેલમાં છે. બીજી તરફ આ મામલે સસ્પેન્ડ કરાયેલા 6 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓ પણ નોકરી પર પાછા આવી ગયા છે.

Back to top button