IND vs BAN LIVE : ભારતની શાનદાર શરુઆત, કે એલ રાહુલની ફિફ્ટી, 15 ઓવર બાદ સ્કોર 130/3
એડિલેડ ખાતે રમાઈ રહેલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ભારતે ટોસ જીતી બોલિંગનો નિર્ણય કર્યો છે. જેમાં 15 ઓવર બાદ ભારતનો સ્કોર 3 વિકેટનાં નુકસાને 135 રન થયો છે. કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન મારીને આઉટ જરૂર થઈ ગયો છે, પરંતુ કે એલ રાહુલ આજે ફોર્મમાં જોવા મળી રહ્યો હતો. કે એલ રાહુલે આજે તેની અડધી સદી ફટકારી હતી. કેએલ રાહુલ અને વિરાટ કોહલી વચ્ચે 67 રનની ભાગીદારી થઈ હતી. ફિફ્ટી ફટકાર્યા બાદ રાહુલ આઉટ થયો હતો. રાહુલે 32 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યાં હતાં. ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ 30 રન બનાવ્યાં હતાં. હાલ કોહલી 40 રને અને હાર્દિક પંડ્યા 5 રને રમતમાં છે.
આ ઉપરાંત વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.
LIVE : IND 130/3 (15) CRR – 8.67
બંને ટીમો માટે ‘કરો યા મરો’ નો મુકાબલો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી સાબિત થશે. ભારત જો આ મેચ માટે સેમિફાઈનલમાં પ્રવેશવું ખૂબ જ સરળ બની જશે. આ સાથે જ બાંગ્લાદેશ હારશે તો તે ટુર્નામેન્ટની લગભગ બહાર થઈ જશે. બીજી તરફ જો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની જશે. તેથી બંને ટીમો માટે આ મેચ એક રીતે નોકઆઉટ સમાન છે.
વરસાદની 60% સુધી આશંકા
હવામાનની વિભાગની આગાહી અનુસાર ભારત- બાંગ્લાદેશની આ મેચના સમયે વરસાદની 30 થી 60 ટકા સુધીની સંભાવના છે. જો કે, ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ ઝડપથી બદલાય છે. તેથી, વધુ વરસાદની સંભાવના વધુ હોઈ શકે છે અને તે ઓછી પણ થઈ શકે છે.
પીચ રિર્પોટ
આ વર્લ્ડ કપમાં એડિલેડમાં હજુ સુધી કોઈ મેચ રમાઈ નથી. જો ઓસ્ટ્રેલિયન ટી20 લીગ બિગ બેશને આધાર તરીકે ગણવામાં આવે તો તે ઉચ્ચ સ્કોરિંગ મેદાન છે. અહીં નાઇટ મેચોમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 170 રન રહ્યો છે.
બંને ટીમોના પ્લેઈંગ ઈલેવન
ભારત: કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્લિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશઃ નજમુલ હુસૈન શાંતો, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), તસ્કીન અહેમદ, હસન મહમૂદ, મુસ્તાફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.
હેડ ટુ હેડ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 10 મેચ જીતી છે. આ સાથે જ બાંગ્લાદેશએ માત્ર એક જ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ 10 નવેમ્બર 2019માં રમાઈ હતી. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ભારત સામે એક જ મેચ જીતી શક્યું છે.