ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટના: રાજકોટના યુવકનું આજે સારવાર દરમિયાન મોત, પરિવારનો માળો વિખેરાયો

Text To Speech

મોરબી દુર્ઘટનામાં રાજકોટમાં રહેતા સોફ્ટવેર એન્જિનીયરએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડ્યો છે. જેમાં મોરબીમાં પત્નીનું ઘટનાસ્થળે મોત થયું હતું, તથા કરમની કઠણાઇ તો જુઓ કે પાંચ માસ પૂર્વે જ સંસાર શરુ કરનાર યુગલના મોતથી બંને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયા છે.

આ પણ વાંચો: મોરબી દુર્ઘટના – રીનોવેશન પુલનુ કરવાનુ હતુ અને સિવિલ હોસ્પિટલનું થયુ : કોંગ્રેસ નેતા

મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ

ઉલ્લેખનીય છે કે શહેરની અંબિકા ટાઉનશીપમાં સિદ્ધિ હાઈટ્સમાં રહેતા અને બેંગ્લોર ખાતે સોફ્ટવેર એન્જિનીયર તરીકે નોકરી કરતા હર્ષભાઈ બટુકભાઈ ઝાલાવડિયા ઉ.26 અને પત્ની મીરાબેન ઉ.24 પરિવાર સાથે મોરબી માસીયાઈ ભાઈના ઘરે ગયા હતા. ત્યાં આગ્રહ કરતા રોકાણ કર્યું હતું અને સાંજે ઝુલતો પુલ જોવા ગયા હતા. પુલ તૂટતાં મીરાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે હર્ષભાઈને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયા હતા. તેમાં આજે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ પણ વાંચો: કેજરીવાલનું હિંદુ કાર્ડ: ચલણી નોટ પર ભગવાનની તસવીર મામલે સર્વેમાં આવ્યું ચોંકાવનારુ પરિણામ

પરિવાર મેંગ્લોર સ્થાયી થયાં હોવાનું જાણવા મળ્યું

પાંચ માસ પૂર્વે જ લગ્ન જીવનની શરૂઆત કરનાર યુગલના મોતથી બંને પરિવારો ભાંગી પડ્યા છે. હર્ષભાઈ બહેનમાં નાનો અને વૃદ્ધ માવતરનો એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. જયારે મીરાબેનને એક ભાઈ હોવાનું અને પરિવાર મેંગ્લોર સ્થાયી થયાં હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button