ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ મોરબી પહોંચી ઘટનાની સમીક્ષા કરી, ઈજાગ્રસ્તોની સાથે મુલાકાત બાદ હાઈલેવલ બેઠક યોજી

મોરબીમાં પુલ દૂર્ઘટનાને લઈને અનેક લોકોના મોત થયા છે. જેના પગલે મોરબી સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે આ સમગ્ર ઘટનાના પગલે પીએમ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હવે પીએમ મોદી ઘટના સ્થળની મુલાકાત લેવા માટે મોરબી પહોંચ્યા હતા. પુલ દુર્ઘટનાને લઈ હજુ પણ મોરબી શોકમાં છે.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સમયે મોરબી પહોંચી ગયા છે. અહીં તેમણે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી સાથે સ્થળની મુલાકાત લીધી જ્યાં શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે.

આ પછી તેઓ બચાવ કામગીરીમાં રોકાયેલા સુરક્ષા અને રાહત કર્મચારીઓને મળ્યા અને ગુજરાતના ગૃહમંત્રી સાથે પરિસ્થિતિ સમજી. આ પછી તે અકસ્માત સ્થળેથી સીધો હોસ્પિટલ ગયા અને પુલ અકસ્માતમાં બચી ગયેલા ઘાયલોના ખબર અંતર પૂછ્યા હતા. તો સાથે સાથે પીએમ મોદીએ હોસ્પિટલમાં લોકો સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.

ગુજરાતના મોરબી બ્રિજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તો સાથે મુલાકાત પછી PM મોદીએ મોરબીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ઘટનાને લઈને માહિતી મેળવી હતી. તો આ પહેલા પીએમ મોદીએ બચાવ કામગીરી કરતી તમામ ટીમ સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીમાં અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ સાથે વાત કર્યા બાદ તેઓ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાની માહિતી મેળવી અને નિરીક્ષણ કર્યું હતું.

સ્થળનું હવાઈ સર્વેક્ષણ

મોરબી પહોંચ્યા બાદ પીએમ મોદીએ સ્થળ પર ઉતરતા પહેલા સ્થળનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. અધિકારીઓએ વડાપ્રધાનને અકસ્માત બાદ રાહત કામગીરી અંગે માહિતી આપી હતી. વડાપ્રધાને સ્થળ પર પહોંચતા પહેલા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પુલ દરબારગઢ પેલેસને સ્વામિનારાયણ મંદિર સાથે જોડતો હતો. વડાપ્રધાન દરબારગઢ પેલેસ પહોંચ્યા જ્યાં અધિકારીઓએ તેમને દુર્ઘટના અને પુલ તૂટી પડવાના સંભવિત કારણો વિશે માહિતી આપી.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

PM મોદીએ સોમવારે મોરબીમાં થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં એક સભાને સંબોધતા તેમણે કહ્યું કે હું એકતા નગરમાં છું પરંતુ મારું હૃદય મોરબીના પીડિતો સાથે છે. ભાગ્યે જ મેં મારા જીવનમાં આવી પીડા અનુભવી છે. એક બાજુ પીડાથી ભરેલું હૃદય છે અને બીજી બાજુ કર્તવ્યનો માર્ગ છે.

આ પણ વાંચો : મોરબી બ્રિજ મામલે ઓરેવા પર હવે થશે કાર્યવાહી, નગરપાલિકાએ કર્યો નિર્ણય

Back to top button