કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

મોરબીમાં વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે કરી વાતચીત અને કડક તપાસના આદેશ

Text To Speech

મોરબીમાં પુલ દૂર્ઘટનાને લઈને અનેક લોકોના મોત થયા છે. જેના પગલે મોરબી સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે આ સમગ્ર ઘટનાના પગલે પીએમ ગુજરાતના પ્રવાસે છે ત્યારે હવે પીએમ મોદી ઘટના સ્થળની મુલાકાત લેવા માટે મોરબી પહોંચ્યા છે. પુલ દુર્ઘટનાને લઈ હજુ પણ મોરબી શોકમાં છે.  ત્યારે આજે સતત બીજા દિવસે મોરબીની મુખ્ય બજારોમાં કેટલીક દુકાનો બંધ રહી હતી.

Live Update : 

  • વડાપ્રધાન મોદી મોરબીમાં વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં હાજર

  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે પણ વડાપ્રધાન મોદીએ કરી વાત

  • સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ મોદી એસપી ઓફીસ માટે રવાના થયા

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ઇજાગ્રસ્તોની મુલાકાત લઇ, તેમની સાથે વાતચીત કરી

  • ઘટનાસ્થળની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી મોરબી સિવિલ હોસ્પિટલ માટે રવાના થયા

  • વડાપ્રધાને NDRF અને સેનાની સહિત બચાવ ટીમ સાથે કરી વાતચીત

  • અધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી કરી રહ્યા ચર્ચા
  • ઘટના સ્થળનું નિરિક્ષણ કરી રહ્યા છે વડાપ્રધાન મોદી

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા ઘટના સ્થળ પર, સીએમ અને ગૃહરાજ્યમંત્રી પણ તેમની સાથે હાજર
મોરબીમાં PM Modi Hum Dekhenege News
PM મોદી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ઓરેવા કંપનીનું નામ તંત્ર દ્વારા ઢાંકી દેવામાં આવ્યું
  • PM મોદી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા તૂટેલા બ્રિજ પર ઓરેવા કંપનીનું નામ તંત્ર દ્વારા ઢાંકી દેવામાં આવ્યું

મોરબી દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને શોક વ્યક્ત કર્યો હતો. મેડિકલ, પાનના ગલ્લા, જ્વેલર્સ સહિતની દુકાનો બંધ જોવા મળી હતી.  તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરબી પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે મોરબી પહોંચ્યા છે.

વડાપ્રધાન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે.મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઘટનાના પગલે આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકો આવતીકાલે શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.

આ પણ વાંચો : મોરબી બ્રિજ મામલે ઓરેવા પર હવે થશે કાર્યવાહી, નગરપાલિકાએ કર્યો નિર્ણય

Back to top button