જેલમાં બંધ સુકેશ ચન્દ્રશેખરનો દાવો, ‘AAP નેતા સત્યેન્દ્ર જૈનને રૂ.10 કરોડ પ્રોટેકશન માટે આપ્યા
મની લોન્ડરિંગના કેસના આરોપી સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો કે તેમણે AAP નેતા સતેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની રૂપે આપ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી એલ જી વી કે સક્સેનાને પત્ર દ્વારા આ ગંભીર આરોપ વિશે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે આ બાબત પર તપાસની માંગ પણ કરી છે.
તેમણે પોતાના પત્રમાં લખ્યું, સત્યેન્દ્ર જૈનએ મને પૈસા આપવા પર મજબુર કર્યો. આ દબાણના લીધે 2 – 3 મહિનામાં જ પ્રોટેક્શન મનીના રૂપે મારી પાસેથી 10 કરોડ રૂપિયા વસુલ કર્યા. સુકેશએ દાવો કર્યો કે બધા જ રૂપિયા કલકતામાં સત્યેન્દ્ર જૈનના નજીક એવા ચતુર્વેદી દ્વારા લેવામાં આવ્યા હતા.
જેલ ડીજી અને પ્રશાશન દ્વારા ધમકી મળી: સુકેશ
સુકેશ જણાવે છે કે, સત્યેન્દ્ર જૈનએ તેમણે જેલના ડીજી સંદીપ ગોયલ અને જેલ પ્રશાશન દ્વારા ધમકાવ્યો. મને હાઈકોર્ટમાં કરેલ ફરિયાદ પાછી લેવા માટે ધમકી આપી અને હેરાન કર્યો.
સુકેશ ચન્દ્રશેખર કહે છે કે મને 2017માં પકડવામાં આવ્યો હતો. ત્યારે તે તિહાડ જેલમાં હતા. સત્યેન્દ્ર જૈન તે સમયમાં જેલ મંત્રી હતા. તે ઘણી વખત જેલ આવતા હતા અને તેમને એસ જી સામે આપેલ પૈસાની માહિતી ન આપવા કહેતા હતા.
એલજીને લખેલ પત્રમાં ચંદ્રશેખર કહે છે કે, “2019માં સત્યેન્દ્ર જૈન ફરી જેલમાં આવ્યા હતા. તે સમયે તેમના સચિવ અને મિત્ર સુશીલ હતા. સત્યેન્દ્ર જૈનએ દર મહિને 2 કરોડની પ્રોટેક્શન મની મારી પાસે માંગી હતી. જેથી હું સુરક્ષિત રહી સકું અને મને જેલમાં પ્રાથમિક સુવિધાઓ મળી શકે.”
AAPને 50 કરોડથી પણ વધુ દાન આપ્યું
સુકેશ દાવો કરે છે કે તેઓ સત્યેન્દ્ર જૈનને 2015થી જાણે છે. જૈનએ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટી તેને દક્ષિણ ભારતમાં મહત્વનું સ્થાન આપશે. માટે જ સુકેશે 50 કરોડથી પણ વધુની રકમ પાર્ટીને દાન સ્વરૂપે આપી હતી. તેઓ મુજબ પાર્ટી તેમને રાજ્યસભામાં પણ મોકલવાની હતી.
BJPનું AAP પર નિશાન
BJP પ્રવકતા સંબિત પાત્રાએ આ બાબતમાં આમ આદમી પાર્ટી સામે નિશાન લગાવતા કહ્યું કે ઠગ પોતના જ ઘરમાં ઠગાઈ ગયા. આ ઠગનું નામ સુકેશ ચન્દ્રશેખર અને આમ આદમી પાર્ટી છે. ચન્દ્રશેખરએ જેલમાં રહીને ઠગાઈ કરી છે. ચન્દ્રશેખર અને જૈન બંને 2015થી મિત્ર છે.
પાત્રા જણાવે છે કે સુકેશ ચન્દ્રશેખર જયારે તિહાડ જેલમાં હતા ત્યારે સતેન્દ્ર જૈન જેલ મંત્રી હતા. તે સુકેશને મળવા આવતા હતા. 2 કરોડની સામે જેલમાં સુવિધાઓ આપવામાં આવતી હતી. આ માટે જ સુકેશ દ્વારા 10 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આન્ના હાજરેએ પણ થોડા મહિના પહેલા જે પત્ર લખ્યો હતો તેમાં પણ તેઓ કહેતા હતા કે AAP હવે રાજનીતિમાં ઠગ પાર્ટી બની ગઈ છે.
કેજરીવાલે દાવાને ખોટો ગણાવ્યો
AAP સંયોજક કેજરીવાલે સુકેશના 10 કરોડના દાવાને ખોટો કહ્યો છે. કેજરીવાલ કહે છે કે BJP મોરબીની ઘટનાથી લોકોનું ધ્યાન ભટકે તે માટે આ વાર્તા બનાવી રહી છે. BJP સુકેશ ચન્દ્રશેખરના ખભા પરથી બન્ધુક ચલાવવાનો પ્રયત્ન કરી રહી છે. પંજાબની ચૂંટણી પહેલા તે લોકો કુમાર વિશ્વાસને લઈને આવ્યા હતા.
આ પણ વાંચો: NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈ હોસ્પિટલમાં કરાયા દાખલ