નેશનલબિઝનેસ

ફરી એકવાર એલપીજી સિલિન્ડરના ભાવમાં આજે થયો ઘટાડો, જાણો કોણે મળશે રાહત ?

Text To Speech

દેશમાં મોંઘવારી સામે સામાન્ય રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. ઓઇલ કંપનીઓએ આજે 1 નવેમ્બર, 2022ના રોજ જાહેર થયેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 115નો ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હી, મુંબઈ સહિત દેશના તમામ મોટા શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે 14.2 કિગ્રાના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત સ્થિર છે.

આ પણ વાંચો : 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર, જાણો-ખિસ્સા પર કેટલી થશે અસર?

જોકે, 6 જુલાઈ, 2022થી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમ તમે જાણો છો, તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે અને આજે પણ આ સમીક્ષા પછી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 નવેમ્બરથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તું થયો છે. નવી કિંમત 19 કિગ્રા વજનવાળા સિલિન્ડર પર લાગુ થશે.

LPG Cylinder Price_Hum dekhenge news
LPG Cylinder Price

ઓઈલ કંપનીઓ જુલાઈથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે અને આ સતત પાંચમો મહિનો છે જ્યારે તેના દરમાં ઘટાડો થયો છે. તાજેતરના ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 1,744 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડર મુંબઈમાં 1,696 રૂપિયા, કોલકાતામાં 1,846 રૂપિયા અને ચેન્નાઈમાં 1,893 રૂપિયા પર પહોંચી ગયો છે.

6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા હશે જ્યારે કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા હશે.

આ પણ વાંચો : ‘રાજ્યોત્સવ દિવસ’ : 8 રાજ્યો સહિત 5 કેન્દ્ર શાસિત પ્રદેશનો આજે સ્થાપના દિવસ

Back to top button