ગુજરાતના સૌથી એજ્યુકેટેડ પૂર્વ ધારાસભ્ય નવા – જૂની કરવાના મૂડમાં ! જાણો કોની છે વાત
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષો અને નેતાઓ પોતાની ટિકિટ તેમજ મતદારોના મત મેળવવા માટે રાજકીય ખેલ ખેલતા હોય છે. તેવામાં રાજ્યના સૌથી એજ્યુકેટેડ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના વરિષ્ઠ નેતા પણ કંઈક નવા – જૂની કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. અહીં વાત સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના સૌથી સફળ આરોગ્ય મંત્રી જયનારાયણભાઈ વ્યાસની કરવામાં આવી રહી છે. તેઓ બે દિવસ પહેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની મુલાકાત કરવા માટે ગયા હતા. જે અહેવાલો સામે આવતા જ રાજકારણ ગરમાયુ હતું.
જયનારાયણ વ્યાસ કોણ છે ?
જયનારાયણ વ્યાસની રાજકીય મહત્વકાંક્ષા વિશે વાત કરતા પહેલા તેઓ કોણ છે અને પક્ષમાં શું છે તેમનું મહત્વ તેના વિશે જાણકારી મેળવવીએ તો વ્યાસ પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક ઉપરથી અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓએ રાજ્યના આરોગ્ય મંત્રી તરીકેનો પદભાર પણ સંભાળી લીધો છે. તેઓ એક ઉમદા રાજકીય વિશ્લેષક, શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવન કાર્યકર્તા છે અને ખાસ તેઓ રાજ્યના અત્યારસુધીના તમામ ધારાસભ્યો પૈકીના સૌથી એજ્યુકેટેડ ધારાસભ્ય પણ હતા.
વ્યાસ શા માટે ગેહલોતને મળવા માટે ગયા હતા ?
ગુજરાત ચૂંટણીને લઇને નેતાઓમાં પક્ષપલટાની હોડ જામી છે. આવી સ્થિતિ વચ્ચે જયનારાયણ વ્યાસ ભાજપથી નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. તેવામાં પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યા હતા. અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે બંને નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જ્યાં 20 મિનિટ જેટલો સમય ગેહલોત સાથે જય નારાયણ વ્યાસની ચર્ચા ચાલી હતી. જે બાદ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતા. આ તમામ વચ્ચે જય નાયારણ વ્યાસે એક મીડિયા ખાસ વાતચીત કરી હતી. જેમાં જયનાયારણ વ્યાસે કહ્યું કે, મેં ગેહલોત સાથે રાજકીય ચર્ચા કરી નથી. આ બેઠક એક પુસ્તકને લઈને હતી. હું નર્મદા ઉપર એક પુસ્તક લખવા જઈ રહ્યો છું અને અલગ અલગ મુદ્દાઓ આવરી લેવાનો છું. નર્મદાની વાત છે તો આપણે નર્મદાનું પાણી વધુમાં વધુ ખેડૂતોને પહોંચાડી શકીએ જે રાજસ્થાન કરી રહ્યું છે. આ પુસ્તકમાં હું રાજસ્થાનના મોડલનો ઉલ્લેખ કરવા માંગતો હોવાથી મેં અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી.
ભાજપમાંથી સિદ્ધપુર માટે ટિકિટનો હું પહેલો દાવેદાર
આ મુલાકાત બાદ તેમના પક્ષ પલટાની અટકળો તેજ થવા લાગી હતી. જો કે તેઓએ આ બાબતે પ્રારંભિક નિવેદન આપતા જણાવ્યું હતું કે, મેં ભાજપ પાસેથી સિદ્ધપુર બેઠકની ટિકિટ માંગી છે. આ ટિકિટનો પહેલાં હકદાર હું જ છું. જો ભાજપ પાસેથી ટિકિટ નહીં મળે, તો કાર્યકર્તાઓને પૂછીને આગળનો નિર્ણય કરીશ. એક વાત ક્લિયર છે કે હું સિદ્ધપુર સિવાય ચૂંટણી ક્યાંયથી નહીં લડું.