PM મોદી ગુજરાત મુલાકાતે છે. જેમાં વડાપ્રધાન મોદી આજે બનાસકાંઠાના મહેમાન બન્યા છે. ત્યારે PM મોદીએ થરાદ ખાતે સિંચાઈ તેમજ પાઇપલાઇન સાથે અનેક વિકાસલક્ષી ખાતમુહુર્ત ક્યું છે. જેમાં રૂપિયા 8034 કરોડના ખાતમુહૂર્ત અને વિકાસ કામો સામેલ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અંગેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે તંત્રએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે આ પોસ્ટ માત્ર અફવા છે.
આ પણ વાંચો: મોરબી દુર્ઘનામાં 143 લોકોનો ભોગ લેનારા ઝડપાયા, હવે સત્ય બહાર આવશે
રાજયમાં સૌથી વધુ 14 તાલુકા ધરાવતો જિલ્લો
જોકે જ્યારે જ્યારે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે લોકો પોતાની આ માંગ જાતેજ વહેતી કરે છે. જેમાં હવે સોશિયલ મીડિયા હાથવગુ બન્યું છે. તેમાં બનાસકાંઠા જિલ્લો રાજયમાં સૌથી વધુ 14 તાલુકા ધરાવતો જિલ્લો છે. ભલે વિસ્તાર દ્રષ્ટિ એ કચ્છ મોટો જીલ્લો હોય પણ ત્યાં 12 તાલુકા છે. ત્યારે તાલુકા સરખામણીમાં રાજ્યના પ્રથમ નંબરના બનાસકાંઠામાં જિલ્લામાં દરેક ચૂંટણી સમયે બનાસકાંઠા અને થરાદ જિલ્લાનું નવીન બે જિલ્લામાં વિભાજન થશે તેવી વાતો અફવા સ્વરૂપ વહેતી થાય છે.
આ પણ વાંચો: 1 નવેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર, જાણો-ખિસ્સા પર કેટલી થશે અસર?
થરાદને અલગ જિલ્લો જાહેર કરવાની માંગ
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના લોકોમાં ખાસ કરીને સરહદી તાલુકાઓના ગ્રામીણ વિસ્તારોમાં બનાસકાંઠા જિલ્લાનું બે જિલ્લામાં વિભાજન થશે તેવી અફવાઓ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ બનાસકાંઠામાંથી થરાદ અલગ કરી, સરહદી તાલુકાઓમાં તેનો સમાવેશ કરી, થરાદને અલગ જિલ્લો જાહેર કરવાની માંગની અફવા ફેલાઇ છે.
સોશિયલ મીડિયામાં આ પોસ્ટ થઈ રહી છે વાયરલ
- થરાદને નવો જિલ્લો બનાવવાના દસ્તાવેજો-વિસ્તાર અને નામકરણ જેવી કામગીરીને આખરી ઓપ અપાયો
- તમામ દસ્તાવેજોની ફાઇલ દિલ્હી પહોંચી ફાઈલો
- PM ના શબ્દો દ્વારા જિલ્લાનું નવું નામકરણ કરાશે
- PM થરાદમાં નવી GIDC અને કેન્દ્રીય વિદ્યાલયના ભુમીપુજન પણ કરશે