NCP પ્રમુખ શરદ પવારની તબિયત લથડી, મુંબઈ હોસ્પિટલમાં કરાયા દાખલ
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેઓને હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ શરદ પવારની આજ સવારે અચાનક તબીયત લથડી હતી. જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ તેમની તબિયતમાં થોડો સુધાર પણ જણાય રહ્યો છે.
NCP નેતા શરદ પવારની તબિયત લથડી
NCPએ માહિતી આપી છે કે પવારની તબિયત ખરાબ હોવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યું છે કે તેમને 2 નવેમ્બર સુધીમાં રજા આપવામાં આવી શકે છે. તેમજ 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનાર શિબિરમાં વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. ખાસ વાત એ છે કે 81 વર્ષીય રાજનીતિમાં સતત સક્રિય દાખવી રહ્યા છે.
પવારની ભારત જોડો યાત્રામાં જોડાવાની તૈયારી
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા 8 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે. એવા અહેવાલ છે કે પદયાત્રીઓ રાજ્યમાં તેમની યાત્રા નાંદેડ થઈને શરૂ કરશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું કહેવું છે કે પવારે યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ સ્વીકારી લીધું છે.
આ પણ વાંચો: PM મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ પર કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા