મોરબી બ્રીજ દુર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરીયાદ દાખલ: હર્ષ સંઘવી
મોરબીમાં ઝૂલતા પૂલની દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પુલ તૂટતા મોટી દુર્ઘટના ઘટી જેમાં અત્યાર સુધીમાં 180થી પણ વધુ લોકોના મોત થયાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. તેમ છતાં પણ મૃત્યુઆંક સતત વધતો જોવા મળે છે. ત્યારે અનેક લોકો હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા ખુલ્લો મુકાયેલો આ ઝૂલતો પૂલ ખુલ્લો તૂટી પડતા લોકો પાણી ગરકાવ થયા હતા. આ દૂર્ઘટનાના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા છે. ત્યારે આ ઘટનામાં જવાબદાર લોકો સામે ફરિયાદ દાખલ કરવા આવી અંગે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ છે તેમજ હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, મોરબીના ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ કલમ 304, 308, 114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આપી માહિતી
મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
— Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2022
ગતરોજને સાંજના લગભગ સાત વાગે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે આ અંગેની જાણ થતા જ CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દૂર્ઘટના સ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો. તેમજ સ્થળ પર જઇને બ્રિજ તૂટવાની ઘટના અંગે જાત માહિતી મેળવી હતી. હાલ દૂર્ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યું કે, મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુનેગારો વિરુદ્ધ માં કાયદેસરની કલમ દાખલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:મોરબી દુર્ઘટનામાં હતભાગી બનેલા 47 મૃતકોના નામ જાહેર કરાયા