મોરબી સસ્પેન્શન બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી નિમવામાં આવી છે. જેમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે.એમ.પટેલ, (ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ તથા સંદીપ વસાવા, સચિવ માર્ગ અને મકાન અને સુભાષ ત્રિવેદી, આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમને કામગીરી સોંપવામાં આવી છે.
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા પહ પહેલા લોકો કરી રહ્યાં છે ટીખડખોરી, જુઓ વીડિયો#HistoricalBridge #Suspension #Bridge #Broken #Bridge #History #MacchuRiver #Maharaja #Morbi #morbinews #BREAKING_NEWS #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/7KOb6hZNKS
— Hum Dekhenge News (@humdekhengenews) October 30, 2022
આ પણ વાંચો: મોરબીના ઝુલતા બ્રિજની પરવાનગી આપી કોણે, પુલ તુટવાનુ ચોંકાવનારું કારણ સામે આવ્યું
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી આપી પરિવારજનોને સહયોગ કરવા વિનંતી છે. જેથી રાહત બચાવવાની કામગીરી સુચારુ રૂપે પાર પાડી શકાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આપત્તી વ્યવસ્થાપનની કામગીરીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે તૈનાત રહી કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો: મોરબીમાં ઝૂલતો પુલ તુટતા રાજકીય માહોલ ગરમાયો, કોનો લેવાશે ભોગ!
રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો
મોરબીમાં તાજેતરમાં જ રીનોવેશન બાદ ઝૂલતા પુલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રજાના દિવસોમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. આજે પણ ઝૂલતા પુલ ઉપર લોકોની સંખ્યા વધી ગઈ હોય પુલ તૂટી પડ્યો હતો. જેના કારણે લોકો નીચે પટકાયા હતા. હાલ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ સાથે બચાવ કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરાયો
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે. આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે. એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે. એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે.