T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ભારતની હાર પાકિસ્તાન બહાર : સાઉથ આફ્રિકાની 5 વિકેટથી જીત

T20 વર્લ્ડ કપમાં પર્થમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પર્થ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી હતી. જેમાં આફ્રિકાએ ભારતને 5 વિકેટે માત આપી છે. પ્રથમ બેટિંગ કરતાં ભારતે આફ્રિકાને 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં સાઉથ આફ્રિકાની ટીમ લક્ષ્યનો પીછો કરતાં 19.4 ઓવરમાં જ લક્ષ્ય હાંસિલ કરી દીધો હતો. આફ્રિકા તરફથી મિલરે અણનમ 59 રન અને માકરમે 52 રનની ઈનિગ્સ રમી હતી. ભારતની આ હારથી પાકિસ્તાનની સેમિફાઈનલની સફર પૂરી થઈ ગઈ છે.  ભારત તરફથી અર્શદીપે 2 અને શમી,અશ્વિન અને પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. મેચ દરમ્યાન ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ નબળી રહી છે. વિરાટે આસાન કેચ છોડ્યો; રોહિત રન આઉટ કરી શક્યો નહોતો.

LIVE

IND – 133/9(20) CRR- 6.65

SA – 137/5 (19.4) CRR – 6.99

ભારત સામે 134 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત પણ સારી રહી ન હતી. દક્ષિણ આફ્રિકાએ 2 ઓવરમાં જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મીલર અને માકરમની 76 રનની ભાગીદારીને લીધે આફ્રિકા સરળતાથી તેનાં ટાર્ગેટ સુધી પહોંયી ગઈ હતી.

ભારત તરફથી અર્શદીપે બે વિકેટ લીધી હતી. બીજી ઓવરના પહેલા જ બોલ પર તેણે ક્વિન્ટન ડી કોક અને ત્રીજા બોલ પર ફોર્મમાં રહેલા રિલે રૂસોને આઉટ કર્યો. મોહમ્મદ શમીએ ત્રીજી વિકેટ લીધી હતી. તેણે આફ્રિકન કેપ્ટન ટેમ્બા બાવુમાને આઉટ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટનાં નુકસાને 133 રન બનાવ્યાં હતાં.

ભારતીય ટીમેની શરુઆત પણ ઘણી ધીમી રહી હતી, પરંતુ સૂર્યકુમાર યાદવની અડધી સદીને લીધે ભારતે પાછી મેચમાં વાપસી કરી હતી. સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 68 રન બનાવ્યા હતાં.

સૂર્યકુમારે ફટકારી અડધી સદી

સૂર્યકુમાર યાદવે આ મેચ દરમ્યાન T20 વર્લ્ડ કપમાં તેની બીજી ફિફ્ટી બનાવી હતી. સૂર્યકુમાર યાદવે 40 બોલમાં  68 રન બનાવ્યાં હતાં. આ દરમ્યાન સૂર્યકુમારની સ્ટ્રાઈક રેટ 170.00 રહી હતી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા લાગાવ્યા હતા. સૂર્યાએ 30 બોલમાં ટી20માં તેની 11મી અર્ધસદી પૂર્ણ કરી હતી,

ભારતનો ટોપ ઓર્ડર જરૂર ફ્લોપ રહ્યો હતો. ભારતે 8 ઓવરમાં 5 બેટ્સમેન ગુમાવ્યા હતા. એનગીડીએ 4 વિકેટ લીધી હતી. પરંતુ સૂર્યકુમાર અને દિનેશ કાર્તિકે 50 રનની ભાગીદારી પૂરી કરી હતી અને ભારતનો સ્કોર 133 સુધી પહોંચાડ્યો હતો.

ભારતનો ફ્લોપ ટોપ ઓર્ડર : એનગીડીએ 4, પાર્નેલે 3 વિકેટ લીધી

પ્રથમ ઓવરમાં ભારતનું ખાતું ખૂલ્યું ન હતું. આ પછી બંને ઓપનર રોહિત અને રાહુલે છગ્ગા લગાવીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. બંને ઓપનર પાવરપ્લેમાં જ પેવેલિયન પરત ફર્યા હતા.ત્યારબાદ વિરાટ કોહલી પણ 12 રન બનાવી આઉટ થઈ ગયો હતો અને હાર્દિક પંડ્યા માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ ચારેય વિકેટો એનગીડીએ લીધી હતી. આ સિવાય દીપક હુડ્ડા 0 રન બનાવીને આઉટ થયો હતો. આ સિવાય કાર્તિક 6 રન ,અશ્વિન 7 રન અને શમી 0 રન બનાવી આઉટ થયાં હતાં.

ઈન્ડિયાએ ટીમમાં એક ફેરફાર કર્યો છે. આજની મેચમાં અક્ષર પટેલની જગ્યાએ દીપક હુડાને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું છે. મેચમાં વરસાદની શક્યતા પણ ઓછી છે. આજે બંને ટીમમાં જે ટીમ મેચ જીતશે તે સેમિફાઇનલમાં નિશ્ચિતરૂપે પહોંચી જશે.

પર્થ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મેચ જોવાં ઉમટ્યા ભારતીયો

T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. મેચની શરૂઆત પહેલા જ પર્થ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. જ્યાં જોવો ત્યાં ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : રોમાંચિત મેચમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને આપી માત : છેલ્લી ઓવરમાં 3 રનથી મેળવી જીત

ટોચના સ્થાન માટે નિર્ણાયક મેચ

ગ્રુપ 2માં ટોચના સ્થાન માટે આ મેચ નિર્ણાયક છે. આજે જે ટીમ જીતશે તે ગ્રુપમાં નંબર 1 હશે અને સેમીફાઈનલ પણ લગભગ નક્કી થઈ જશે. આ ઉપરાંત, જો ભારતીય ટીમ મેચની સ્થિતિમાં આ મેચ જીતી જાય છે, તો સેમિફાઇનલમાં પ્રવેશનો તેનો દાવો ઘણો મજબૂત હશે.

બન્ને ટીમના પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, દીપક હુડા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

સાઉથ આફ્રિકા પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલે રુસો, એઈડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, , તબ્રેઝ શમ્સી,  એનરિચ નોર્ટજે અને લુંગી એનગીડી.

હેડ ટુ હેડ

ટીમ ઈન્ડિયા 2014 બાદ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે જેમાંથી ભારતે 4 મેચ જીતી છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ માત્ર એક જ મેચ જીતી છે. 2009ના વર્લ્ડ કપ બાદ દક્ષિણ આફ્રિકા ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે એક પણ મેચ જીતી શક્યું નથી.

Back to top button