ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતને અમે સમસ્યાઓથી મુક્ત બનાવીશું : અશોક ગેહલોત

Text To Speech

પાલનપુર  : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા અગાઉથી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની વોટ બેન્ક ગણાતાં આદિવાસી બેલ્ટમાં આજે (રવિવારે) રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જનસભાને સંબોધન કરવા આવ્યાં હતાં. જેમને ગુજરાતની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા.

અશોક ગેહલોત-humdekhengenews

અમીરગઢના વિરમપુરમાં CM ગેહલોતનું સંબોધન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ આક્રમક પ્રચાર કરી રહી છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાત આવ્યા હતા. વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષઓ મતદારોને રીઝવવા તેમજ વચનો આપવામાં વ્યસ્ત બન્યા છે. જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અગાઉ દાંતા મત વિસ્તારના અંબાજી ખાતે જનસભાને સંબોધી હતી.

 

અને આબુરોડ- તારંગા રેલવે લાઇનનું ભૂમિપૂજન કર્યું હતું. તો બીજી બાજુ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રવિવારના રોજ બપોરે અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે હેલિકોપ્ટર દ્વારા આવ્યા હતા. જેમને લોકો સાથે હાથ મિલાવી અભિવાદન કર્યું હતું. અને વિરમપુરમાં એકઠી થયેલી જન સભા સંભોધી હતી.

 

વાદા કિયા હે વો નિભાએગે હમ

સભાને સંબોધન કરતાં રાજસ્થાન ના મુખ્યમંત્રી ગેહલોતે જણાવ્યું હતું કે, અમે રાજસ્થાનની પ્રજાને જે વાયદો કર્યો હતો તે પૂર્ણ કર્યો છે. મુખ્યમંત્રી અશોક ગેલોતે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારમાં મોંઘવારી એટલી વધી છે કે લોકોને જીવન જીવવું દોહલું બન્યું છે.

તેમણે આશ્વાસન આપ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો અમે આપેલા તમામ વચનો પૂર્ણ કરીશું. અને રાજ્યને સમસ્યાઓથી મુક્ત બનાવીશું. તેમજ યુવાનોને રોજગારી સહિતની સમસ્યાઓમાંથી પણ મુક્તિ અપાવીશું.

આ પણ વાંચો : ગુજરાતમાં BJPએ માથાનો દુખાવો દૂર કરવા કેટલાક નેતાઓને જવાબદારી આપી

Back to top button