T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડ કપમાં પાકિસ્તાનની પહેલી જીત :  નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું, સેમિફાઇનલની આશા હજી જીવંત

Text To Speech

T20 વર્લ્ડ કપ માં આજે પાકિસ્તાને તેની પહેલી જીત મેળવી છે. પાકિસ્તાને નેધરલેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. પર્થની ઉછાળવાળી અને ઝડપી પીચ પર પાકિસ્તાનના ફાસ્ટ પાકિસ્તાની બોલરોનો દબદબો એવો હતો કે નેધરલેન્ડની ટીમને પ્રથમ રમતમાં માત્ર 91 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. પાકિસ્તાની બેટ્સમેનોને 92 રનના લક્ષ્યનો પીછો કરવામાં 13 ઓવરનો સમય લાગ્યો હતો. આટલું જ નહીં તેણે ચાર વિકેટ પણ ગુમાવી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને સૌથી વધુ 49 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : રોમાંચિત મેચમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને આપી માત : છેલ્લી ઓવરમાં 3 રનથી મેળવી જીત

બાબર આઝમનું ફોર્મ હજુ પણ ચિંતાનો વિષય

આ સિવાય બાબર આઝમે 4 રન, ફખર ઝમાને 20 રન અને શાન મસુદે 12 રન બનાવીને આઉટ થયાં હતા. પાકિસ્તાન માટે  કેપ્ટન બાબર આઝમનું ફોર્મ હજુ પણ ચિંતાનો વિષય છે. નેધરલેન્ડ સામે તે માત્ર 4 રન બનાવી રનઆઉટ થયો હતો. આખી ટૂર્નામેન્ટની વાત કરીએ તો બાબરના બેટમાંથી માત્ર 8 રન જ આવ્યા છે.

નેધરલેન્ડનો ફ્લોપ બેટિંગ ઓર્ડર

પાકિસ્તાની બોલરોની બોલિંગ એવી ઘાતકી હતી એકરમેન અને કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ સિવાય અન્ય કોઈ બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યો ન હતો. નેધરલેન્ડ તરફથી બેટિંગ કરતાં એકરમેને 27 બોલમાં 27 રન અને સ્કોટ એડવર્ડ્સે 20 બોલમાં માત્ર 15 રન જ બનાવ્યાં હતા.

Back to top button