ભારત જોડો યાત્રામાં કેમ રાહુલ ગાંધી અચાનક બાળકો સાથે દોડવા લાગ્યા ?, જુઓ વિડીયો
એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસની સ્થિતિ હજી સુધી નક્કી નથી થઈ રહી ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે અને ત્યાં રવિવારે એક રસપ્રદ સીન જોવા મળ્યો હતો. રવિવારે ભારત જોડો યાત્રામાં કેટલાક બાળકો આવી પહોંચ્યા હતા ત્યારે શાળા વિદ્યાર્થીઓ રાહુલ ગાંધી સાથે દોડવા લાગ્યા હતા.
રાહુલ ગાંધીએ અચાનક દોડવાના કારણે અનેક સુરક્ષા કર્મી, તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ રેવંત રેડ્ડી અને અન્ય લોકોએ પણ દોડવાનું શરૂ કરી દીધું હતું. કેટલાંક લોકો રાહુલ ગાંધીનું આ રૂપ જોઈને હેરાન રહી ગયા હતા. રાહુલ ગાંધીએ પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રવિવારે સવારે જડચર્લાથી પદયાત્રા શરૂ કરી અને તેમના 22 કિમીની સફર કરશે. તેલંગાણામાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આ પાંચમો દિવસ છે.
जब रेस लगाई राहुल गांधी ने…#BharatJodoYatra pic.twitter.com/iJtd3fOcYW
— Congress (@INCIndia) October 30, 2022
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો બાળકો સાથે રેસ લગાવતા વીડિયોને કોંગ્રેસે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે-જ્યારે રેસ લગાવી રાહુલ ગાંધીએ..આ સિવાય પદયાત્રાના કેટલાંક ફોટા પણ શેર કર્યા છે. જેમાં પાર્ટીએ લખ્યું છે- અન્યાય અને નફરત વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવવો જોઈએ. અમે ભારતને તૂટવા નહીં દઈએ.
”Remember to celebrate milestones as you prepare for the road ahead.”
– Nelson Mandela#BharatJodoYatra pic.twitter.com/ERQPUSHpV7— Congress (@INCIndia) October 30, 2022
રવિવારના રાહુલ ગાંધીની પદયાત્રાને સંપન્ન કરતા પહેલા સાંજે શાદનગરના સોલીપુર જંકશનમાં એક જનસભાને સંબોધિત કરશે. તેમણે શનિવાર રાતના જડચર્લા એક્સ રોડ જંક્શન પર રોકાવા પહેલા 20 કિમીથી વધારેની પદયાત્રા કરી હતી. આ ઉપરાંત આજે રાહુલની યાત્રામાં સાઉથની અભિનેત્રી પૂનમ કૌરે પણ ભાગ લીધો હતો અને તે રાહુલનો હાથ પકડીને જોવા મળી હતી. અભિનેત્રીને રાહુલ ગાંધી સાથે જોઈને બધા જ લોકો આચંબિત થઇ ગયા હતા.
આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’માં જોવા મળી સાઉથની અભિનેત્રી, રાહુલ ગાંધીનો હાથ પકડીને જોવા મળી