ગુજરાત

અમદાવાદ સહિત 4 જિલ્લામાં કોરોનાના કેસમાં આંશિક વધારો, સોમવારે રાજ્યમાં કુલ 33 સંક્રમિતો નોંધાયા

Text To Speech

ગુજરાતમાં હાલ કોરોનાના કેસમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સોમવારે ફરીથી કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. 16 મેના દિવસે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યમાં કોરોનાના કુલ 33 કેસ નોંધાયા છે. જેમાં ફક્ત 4 જિલ્લાઓમાં જ કોરોના કેસ નોંધાયા છે. બાકીના જિલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી. રાહતની વાત એ છે કે સોમવારે જાહેર થયેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાથી કોઈ મોત નોંધાયું નથી.

રાજ્યમાં જિલ્લા પ્રમાણે નોંધાયેલા કેસની વિગતો જોઈએ તો અમદાવાદ શહેરમાં 25 નવા કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 3, ગાંધીનગરમાં 3, અમદાવાદ જિલ્લામાં 1 કેસ અને સુરતમાં 1 કોરોના કેસ નોંધાયો છે. આમ 4 જિલ્લાઓમાં કુલ 33 નવા કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 15  કેસ નોંધાયા હતા અને વડોદરામાં 10 કેસ નોંધાયા હતા. આમ અમદાવાદના કેસમાં વધારો અને વડોદરાના કેસોમાં ઘટાડો નોંધાયો છે.

આ સાથે રાજ્યમાં આજે કુલ 25 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 18, વડોદરા શહેરમાં 3 દર્દીઓ સાજા થયા છે. ગાંધીનગર શહેરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, જામનગર કોર્પોરેશમાં 1, વડોદરા જિલ્લામાં 1 દર્દી સાથે કુલ 21 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યનો કોરોના રિકવરી રેટ 99.09 ટકા પર પહોંચ્યો છે. સોમવાર સુધીમાં રાજ્યમાં કોરોના રસીના કુલ 24086 ડોઝ આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં હાલ કોરોનાના 222 એક્ટિવ કેસ છે જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે બાકીના તમામ 220 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કુલ 12,13, 588 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 10,944 મોત નોંધાયા છે.

Back to top button