ગુજરાતચૂંટણી 2022

પાટીલે જૂથવાદ મુદ્દે આપ્યું મોટું નિવેદન, ટિકિટ માંગતા ઉમેદવારોની કરી મહત્વની વાત

Text To Speech

વિધાનસભા ચૂંટણી માટે ભાજપમાં સેન્સ લેવાની પ્રક્રિયા પર સૌ કોઈની નજર હતી ત્યારે હવે દાવેદારો અંગે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપીને સૌ કાર્યકર્તા અને દાવેદારોને રાહત આપી છે. પાટીલે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. ટિકિટ માગવાથી એ લોકો જૂથવાદમાં છે એવું અનુમાન લગાવી ન લેવાય.

આજે એક કાર્યક્રમમાં હાજરી આપવા દરમિયાન પાટીલે કહ્યું કે, ભાજપમાં એકતા છે અને તમામ કાર્યકર્તાઓ માત્ર સેવા કરવાના ઈરાદાથી કાર્યરત છે. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે. ટિકિટ માગવો તેમનો અધિકાર છે અને ભાજપમાં જેવી રીતે સંખ્યાબદ્ધ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે. એ બધા કાર્યકર્તાઓ ચૂંટણી જીતવા માટે સક્ષમ છે.

આ પણ વાંચો : ગેહલોત સાથેની મુલાકાત અંગે ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે કર્યો મોટો ખુલાસો

પાટીલે સાથે જ જયનારાયણ વ્યાસની અશોક ગેહલોત સાથેની મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી છે તેમજ બેઠક પર ઉમેદવારોની પસંદગી અંગે કહ્યું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેવી રીતે ટિકિટ લેવા પડાપડી થઈ હતી. અને 9 હજાર ટિકિટો સામે 2 લાખ કાર્યકર્તાઓ આવ્યા હતા. તેમ છતા અમે જંગી જીત મેળવી હતી. ભાજપના નેતાઓ ચૂંટણી ક્યાંથી લડશે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ નક્કી કરશે.

આ પણ વાંચો : સુરત લિંબાયત બેઠક પર ‘પાટીલ સામે પાટીલના ભાણેજ’, કોનું પલડું ભારે ?

સી.આર.પાટીલે પાટણ ખાતે સંતશ્રી સદારામ બાપાની પ્રતિમાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સાથે પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર, શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર સહિતના નેતા હાજર રહ્યા હતા. ત્યારે પાટીલે કહ્યું કે ભાજપના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ છે. જે ચૂંટણીના પરિણામ પર પણ જોવા મળશે.

Back to top button