ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાત: કાતિલ ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદની શક્યતા, આ દિવસોમાં થશે માવઠું

Text To Speech

ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે શિયાળો પણ વહેલો બેસતા 10 તારીખથી ઠંડીની શરુઆત થઈ જશેની હવામાન વિભાગે આગાહી કરી હતી જે બાદ હવે પશ્ચિમી વિક્ષેપને લીધે શિયાળા દરમિયાન જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

નવેમ્બરના આ સપ્તાહમાં કમોસમી વરસાદ શક્યતા

રાજ્યમાં શિયાળા સમયે માવઠું પડી શકે છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતાઓ પ્રબળ બની છે. તેમાં ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે. તેમજ પશ્ચિમી વિક્ષેપને લીધે કમોસમી વરસાદ પડશે. ત્યારે હવામાનની આગાહી મુજબ નવેમ્બરના બીજા સપ્તાહમાં કમોસમી વરસાદ પડશે. એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડીની સાથે કમોસમી વરસાદ પણ પડશે.

દરિયાઈ કાંઠાના વિસ્તારમાં થશે વરસાદી માવઠું

ઉલ્લેખનીય છે કે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. તેમજ આગામી 10 દિવસમાં દેશભરમાં કડકડતી ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે હવામાન વિભાગનું કહેવું છે કે આ સમયે ઉત્તર અને પશ્ચિમથી મધ્ય ભારતમાં સૂકા ઉત્તર-પશ્ચિમ પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તરના પહાડો પર હિમવર્ષા બાદ આ પવનો બર્ફીલા વિસ્તારોમાંથી પસાર થશે અને ઠંડક સાથે મધ્ય ભારતમાં પહોંચશે. આ કારણોસર 7 નવેમ્બરથી દેશમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરથી મધ્ય ભારતમાં દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થશે.

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડી આવશે વહેલી, આગામી 10 દિવસમાં શિતલહેર માટે તૈયાર રહેવા હવામાન વિભાગની આગાહી

Back to top button