ગેહલોત સાથેની મુલાકાત અંગે ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે કર્યો મોટો ખુલાસો
ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ નવા નવા સમીકરણો અને જોડ તોડની રાજનીતિ ચાલી રહી છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અત્યારે ગુજરાતમાં પ્રભારી તરીકે ફરજ બજાવી રહ્યા છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે તેમની સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જય નારાયણ વ્યાસ રાજ્યમાં પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ સિદ્ધપુર બેઠક પરથી વિધાનસભાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
વિધાનસભા ચૂંટણી પહેલા અશોક ગેહલોત અને જયનારાયણ વ્યાસ વચ્ચે થયેલી મુલાકાતના કારણે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જેના પર જય નારાયણ વ્યાસે જણાવ્યું છે કે, મેં સિદ્વપુર બેઠક પરથી ચૂંટણી લડવા દાવેદારી કરી છે. મારૂ ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યું છે. સિદ્વપુર સિવાય કોઇ બેઠક પરથી હું ચૂંટણી લડવાનો પણ નથી. તેમજ પાર્ટી ટિકિટ ન આપે તો બીજી વાત વિચારી શકાય.
આ પણ વાંચો : ‘ભારત જોડો યાત્રા’માં જોવા મળી સાઉથની અભિનેત્રી, રાહુલ ગાંધીનો હાથ પકડીને જોવા મળી
ચૂંટણી પહેલાં ગેહલોત અને વ્યાસ વચ્ચે અંદાજે 20 મિનિટની ચર્ચા બંધ બારણે કરી હતી. જેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં અલગ અલગ ચર્ચા થઈ રહી હતી. જેના પર આખરે જયનારાયણ વ્યાસે જ જવાબ આપતાં કહ્યું કે, આમારા નેતા ગડકરીજીએ કહ્યું છે દરેક માણસ પોતાની રીતે વિચારી શકે છે. હાલ હું ટિકિટ ન મળવા બાબતે કંઇ વિચારી રહ્યો નથી.
કોંગ્રેસ સતત તૂટી રહી છે
આ તરફ ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ઘણાં નેતા તૂટી રહ્યા છે. છોટાઉદેપુર કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં મહિલા નેતા રાધિકા રાઠવા આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. આ સાથે જ રાધિકા રાઠવાએ કેજરીવાલ સાથેની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલાં AAP નું હવાલા ‘નેટવર્ક’ પકડાયું, હર્ષ સંઘવીએ કર્યો મોટો દાવો