કેવડિયા ખાતે બન્યું ‘ભૂલભૂલૈયા’ ગાર્ડન, જાણો શું છે ખાસિયત ? : જુઓ તસવીરો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં ગુજરાત પ્રવાસે છે,ત્યારે તેઓ ગુજરાતને વધુ એક ભેટ આપશે. આવતીકાલે વડાપ્રધાન નર્મદાના કેવડિયાની મુલાકાત લેશે. જ્યાં તેઓ બે નવા આકર્ષણો મિયાવાકી ફોરેસ્ટ અને ભૂલભૂલૈયા ગાર્ડનનું લોકાર્પણ કરશે.
ભૂલભૂલૈયા ગાર્ડનને મેઝ ગાર્ડન પણ કહેવાય છે. વિદેશોમાં અને એડવેન્ચર પાર્કમાં જોવા મળતા વિશાળ ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવાયું છે.
કેવડિયા ખાતેનો મેઝ ગાર્ડન ‘યંત્ર’ના આકારમાં બનાવવામાં આવ્યો છે, જે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે.આ દેશનો સૌથી મોટો મેઝ ગાર્ડન છે.
અહીં વિવિધ છોડવાઓ રોપવામાં આવ્યા છે. લગભગ 1 લાખ 80 હજાર જેટલા પ્લાન્ટ્સને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા છે.
જો કોઈ પ્રવાસી ખોવાઈ જાય તો અહીં રહેલા ગાઈડ પ્રવાસીઓને રસ્તો શોધવામાં મદદ પણ કરશે અને બહાર પણ કાઢશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મિયાવાકી ફોરેસ્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
મિયાવાકી જંગલમાં મૂળ ફ્લોરલ ગાર્ડન ,ટિમ્બર ગાર્ડન ,ફળ બગીચો ,ઔષધીય બગીચો ,મિશ્ર પ્રજાતિઓનો મિયાવાકી વિભાગ,ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટરનો સમાવેશ થશે.