ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનીથી 100ના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બોમ્બ વિસ્ફોટમાં 100 લોકોના મોત થયા છે. આ ઘટના શિક્ષણ મંત્રાલયની બહાર બની હતી. જે બોમ્બ બ્લાસ્ટ થતા જ આસપાસ વિસ્તારના 100 લોકોના મોત થયા છે તેમજ 300થી વધુ લોકો ઘાયલ છે.

વાસ્તવમાં, સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં 29 ઑક્ટોબર શનિવારના રોજ બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 30 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે હવે મૃતકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. સોમાલિયાના પ્રમુખે જણાવ્યું હતું કે રાજધાનીમાં શનિવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા અને મૃત્યુઆંક વધવાની આશંકા છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મુખ્ય સરકારી કચેરીઓ નજીકના વ્યસ્ત જંકશન પર શનિવારે બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટમાં ઘણા બાળકો સહિત લગભગ 100 લોકો માર્યા ગયા હતા. રાષ્ટ્રીય પોલીસે આ જાણકારી આપી.

SOMALIA- HUM DEKHENGE NEWS
મુખ્ય સરકારી કચેરીઓ નજીકના વ્યસ્ત જંકશન પર બોમ્બ વિસ્ફોટ

બે વાર થયો બોમ્બ બ્લાસ્ટ

પહેલો વિસ્ફોટ શિક્ષણ મંત્રાલયની બાઉન્ડ્રી વોલની બહાર થયો હતો, જ્યાં હોકર્સ અને કરન્સી કન્વર્ટર્સ હાજર હતા. અને બીજો વિસ્ફોટ એક વ્યસ્ત રેસ્ટોરન્ટની સામે બપોરે થયો હતો. રસ્તાઓ પર મોટી સંખ્યામાં મૃતદેહો પડ્યા હતા, તેઓ સાર્વજનિક પરિવહનમાં મુસાફરી કરતા સામાન્ય લોકો હોય તેની જાણ થઈ રહી છે.

પ્રમુખે હસન અલ-શબાબને દોષી ઠેરવ્યો

પ્રમુખ હસન શેખ મહમૂદે આ હુમલા માટે અલ-શબાબને દોષી ઠેરવ્યો છે અને તેને “ક્રૂર અને કાયર” ગણાવ્યો છે. અગાઉ હોસ્પિટલના કર્મચારીએ ઓછામાં ઓછા 30 મૃતદેહોની પુષ્ટિ કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ હવે કહ્યું છે કે 100 લોકો માર્યા ગયા છે. મોગાદિશુમાં હુમલો એવા દિવસે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હિંસક ઉગ્રવાદ, ખાસ કરીને અલ-કાયદા સાથે જોડાયેલા અલ-શબાબ જૂથનો સામનો કરવાના હેતુથી વિસ્તૃત પ્રયાસોની ચર્ચા કરવા માટે બેઠક કરી રહ્યા હતા.

5 વર્ષ પહેલાવ પણ બની હતી આવી જ ઘટના

પાંચ વર્ષ પહેલા આ જગ્યાએ જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 500થી વધુ લોકોના મોત થયા હતા. જોકે, શનિવારના હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. મદીના હોસ્પિટલના સ્વયંસેવક હસન ઉસ્માને જણાવ્યું હતું કે, “હોસ્પિટલમાં લાવવામાં આવેલા ઓછામાં ઓછા 30 મૃત લોકોમાં મોટાભાગની મહિલાઓ છે.

આ પણ વાંચો: દક્ષિણ કોરિયાઃ સિઓલમાં હેલોવીન પાર્ટીમાં નાસભાગ, 146ના મોત, સેંકડો ઈજાગ્રસ્ત

Back to top button