ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હીની હવામાં ભળ્યુ ઝેર, પ્રદૂષણ અત્યંત જોખમી સ્તરે પહોંચતા ચેતવણી જાહેર

દિલ્હી-એનસીઆરની આબોહવા ઘણી ખતરનાક બની ગઈ છે. સમગ્ર વિસ્તાર ધુમ્મસ જ ધુમ્મસ દેખાય રહ્યુ છે. અહીં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં રહેતા લોકો આંખોમાં બળતરાની પણ ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે અહીંના રહેવાસી શ્વાસમાં ઓક્સિજન ઓછો ને ઝેરી ધુમાડો (ધુમ્મસ) વધુ લઈ રહ્યા છે. દિલ્હી-નોઈડા સહિત પ્રદૂષણનું સ્તર ઘણું ખતરનાક બની ગયું છે. તેમજ સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડે ચેતવણી જારી કરીને કહ્યું છે કે આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર હજુ પણ વધી જશે.

DELHI- HUM DEKHENGE NEWS
પ્રદૂષણના કારણે આકાશમાં ધુમ્મસ છવાયેંલુ રહે છે.

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક

દિલ્હીમાં પ્રદૂષણના કારણે આકાશમાં ધુમ્મસ છવાયેંલુ રહે છે. મળેલી માહિતી અનુસાર દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર 373 AQIને પાર કરી ગયું છે. તે જ સમયે, ગાઝિયાબાદમાં પ્રદૂષણનું સ્તર 362 પર પહોંચી ગયું છે. ત્યારે નોઇડામાં પ્રદૂષણનું સ્તર 359 AQI પર છે., તેમજ હરિયાણાના ગુરુગ્રામમાં પ્રદૂષણ 354 AQI અને ફરીદાબાદમાં પ્રદૂષણનું સ્તર 400ને વટાવી ગયું છે. દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક બન્યુ છે.

DELHI- HUM DEKHENGE NEWS
છ દિવસ પણ હવાની ગુણવત્તા મોટે ભાગે ‘ખૂબ ગંભીર શ્રેણીમાં રહેવાની આગાહી કરી છે.

આગામી દિવસોમાં હવાની ગુણવત્તા ‘ગંભીર’

દિવાળી પછી દિલ્હી-NCRમાં હવા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, એવી સંભાવના છે કે આગામી છ દિવસ સુધી ઝેરી પવનોથી રાહત મળવાની કોઈ આશા નથી. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર શુક્રવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહી હતી. તે જ સમયે, 29 થી 31 ઓક્ટોબર સુધી હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં રહેવાની ધારણા છે. આગામી છ દિવસ પણ હવાની ગુણવત્તા મોટે ભાગે ‘ખૂબ ગંભીર શ્રેણીમાં રહેવાની આગાહી કરી છે.

દિલ્હી-એનસીઆરમાં બગડતા હવાના સ્તરને ધ્યાનમાં રાખીને, એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના ત્રીજા તબક્કા હેઠળ પગલાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે. GRAPના ત્રીજા તબક્કા હેઠળ, રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ, આરોગ્યસંભાળ, રેલવે, એરપોર્ટ, મેટ્રો રેલ, આંતરરાજ્ય બસ ટર્મિનસ, હાઇવે, રસ્તાઓ, ફ્લાયઓવર, પાવર ટ્રાન્સમિશન, પાઇપલાઇન્સ સંબંધિત આવશ્યક પ્રોજેક્ટ્સ અને સેવાઓ સિવાય તમામ બાંધકામ અને તોડી પાડવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે. આ સિવાય ખાણકામની પ્રવૃત્તિઓને પણ મંજૂરી નથી.

આ પણ વાંચો: દિલ્હીની હવા બની ઝેરી, વધારી શકે છે મોતનું જોખમ !

Back to top button