‘ભારત જોડો યાત્રા’માં જોવા મળી સાઉથની અભિનેત્રી, રાહુલ ગાંધીનો હાથ પકડીને જોવા મળી.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા અત્યારે તેલંગાણામાં છે. આ દરમિયાન રાહુલની યાત્રામાં સાઉથની અભિનેત્રી પૂનમ કૌરે પણ ભાગ લીધો હતો અને તે રાહુલનો હાથ પકડીને જોવા મળી હતી. અભિનેત્રીને રાહુલ ગાંધી સાથે જોઈને બધા જ લોકો આચંબિત થઇ ગયા હતા. તેમને તેલંગાણાના મહબૂબનગરના ધર્મપુરમાં કોંગ્રેસની પદયાત્રામાં ભાગ લીધો હતો. આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અઝહરુદ્દીન પણ રાહુલ ગાંધી સાથે યાત્રામાં જોવા મળ્યા હતા. અઝહરુદ્દીને રાજ્યના નારાયણપેટ જિલ્લામાં યાત્રામાં ભાગ લીધો હતો.
તેલંગાણામાં ભારત જોડો યાત્રાનો શનિવારે ચોથો દિવસ હતો. પૂનમ કૌર આ પહેલા તેલુગુ દેશમ પાર્ટી માટે કામ કરી ચૂકી છે. પૂનમને 2017માં આંધ્રપ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા સ્ટેટ હેન્ડલૂમ માટે એક એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. ત્યારબાદમાં તેઓ ભાજપના નેતાઓ સાથે પણ જોવા મળ્યા હતા. હવે એક્ટ્રેસે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ચાલીને બધાને આચંબિત કરી દીધા છે.
અભિનેત્રીએ ટીડીપી માટે પણ કામ કર્યું છે, ભાજપ સાથે પણ રહ્યા છે સંબધ
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટ્રેસ પૂનમ કૌર રાહુલ ગાંધીને હેન્ડલૂમ કામદારોની સમસ્યાઓ કહેવા પહોંચી હતી. એકવાર સત્તામાં આવ્યા પછી, કોંગ્રેસના નેતાએ હેન્ડલૂમ ઉત્પાદનો પર જીએસટી નાબૂદ કરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો પ્રારંભ શનિવારે ચાર દિવસના દિવાળીના બ્રેક બાદ ધર્મપુરથી થયો છે. આ દરમિયાન ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ યાત્રામાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો: ગુજરાતના 16 જિલ્લા આરોગ્ય અધિકારીઓની બદલીઓના આદેશ