આજે India vs South Africa: શું આ હશે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11?
ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજે બે દિગ્ગજ ક્રિકેટ ટીમો સામસામે ટકરાશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.30 વાગ્યાથી રમાશે અને ટોસ સાંજે 4 વાગ્યે થશે. જોકે ટીમ ઈન્ડિયા માટે જીત મેળવવી આસાન નથી. સાઉથ આફ્રિકાની ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે જે આંખના પલકારામાં મેચનો પાસા પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.
શ્રેષ્ઠ પ્લેઇંગ 11 સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે
જીતવા માટે, રોહિત શર્મા તેના શ્રેષ્ઠ પ્લેઇંગ 11 સાથે મેદાનમાં ઉતરવા માંગશે. કેએલ રાહુલ અને કેપ્ટન રોહિત શર્મા ઓપનર તરીકે હશે, ત્યારબાદ વિરાટ કોહલી વન ડાઉન પર આવશે. સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવશે, ત્યારબાદ અક્ષર પટેલ અને આર અશ્વિન સ્પિન વિભાગ સંભાળશે. ભુવનેશ્વર કુમાર ફાસ્ટ બોલિંગની આગેવાની કરશે, જેમાં મોહમ્મદ શમી અને અર્શદીપ સૌથી મહત્વપૂર્ણ હશે.
સાઉથ આફ્રિકા પણ જંગ માટે તૈયાર
બીજી તરફ સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બવુમાના બેટમાંથી રન નથી મળી રહ્યા. ભારત સામે તે પોતાનું ફોર્મ શોધતો જોવા મળી શકે છે. ક્વિન્ટન ડી કોક તેની સાથે રહેશે. જો રિલે રુસો, એડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર જેવા બેટ્સમેનો મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે, તો વેઈન પાર્નેલ અને એનરિક નોર્કિયા છેલ્લામાં આવીને બોલરોને પછાડી શકે છે. કેશવ મહારાજ, કાગીસો રબાડા, તબરેઝ શમ્સી અને માર્કો યાનસન બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળશે.
આ રહશે બન્ને ટીમના પ્લેઈંગ ઈલેવન
સાઉથ આફ્રિકા સંભવિત પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક, ટેમ્બા બાવુમા (કેપ્ટન), રિલે રુસો, એઈડન માર્કરામ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, વેઈન પાર્નેલ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, એનરિક નોર્કિયા, તબ્રેઝ શમ્સી અને માર્કો યાનસન.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
આ પણ વાંચો: ભારત-નેધરલેન્ડની ચાલુ મેચમાં ટીમ ઈન્ડિયાના ફેન્સે ગર્લફ્રેન્ડને કર્યો પ્રપોઝ, જુઓ Video