ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નવી વર્ધિત યોજના હેઠણના કર્મીઓને હવે સરકારી ફાળો 10ના બદલે 14 ટકા કરાયો

એક બાજુ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તો બીજી તરફ સરકાર વિવિધ જાહેરાતો કરી રહી છે. ત્યારે આજે પેન્શનરો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત સરકારના તા. 31 જાન્યુઆરી 2019ના જાહેરનામાંથી કેન્દ્ર સરકારના NPS હેઠળના કર્મચારીઓના 10 ટકા ફાળા સામે સરકારી ફાળો 14 ટકા કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા રાજ્ય સરકારના NPS હેઠળના કર્મચારીઓના 10 ટકા ફાળા સામે સરકારી ફાળો વધારવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી. કર્મચારીના પગારમાંથી 10 ટકા તથા સરકારમાંથી 10 ટકા રકમ જમા થતી હતી. તેમાં 14 ટકા કર્યા છે. પરંતુ આ કેન્દ્ર સરકારના બે વર્ષ પહેલાંના ઠરાવનો અમલ ગુજરાત સરકારે હવે કર્યો છે.

nps
nps

તારીખ 18 માર્ચ 2005ના ઠરાવથી તારીખ 1 એપ્રિલ 2005 કે ત્યારબાદ નિયમિત નિમણૂક કરાયેલા કર્મચારીઓનો નવી વર્ધિત યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. NPS હેઠળ કર્મચારીના પગાર+ મોંઘવારી ભથ્થાની 10 ટકા રકમ ફરજિયાત કાપવામાં આવે છે જેની સામે રાજ્ય સરકાર દ્વારા પણ 10 ટકા સમાન ફાળા તરીકે જમા કરવામાં આવે છે. ત્યારે ભારત સરકારના તા. 31 જાન્યુઆરી 2019ના જાહેરનામાંથી કેન્દ્ર સરકારના એન.પી.એસ હેઠળના કર્મચારીઓના 10 ટકા ફાળા સામે સરકારી ફાળો 14 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

CM bhupendra patel

તા. 01 એપ્રિલ 2005 કે ત્યારબાદ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળ નિયમિત નિમણૂક પામેલા રાજ્ય સરકારના, પંચાયતના, ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા કે જેના કર્મચારીઓને કાયમી પેન્શન ખાતા નંબર (PPAN) પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગર (નોડલ ઓફિસ) દ્વારા ફાળવવામાં આવે છે તેવી સંસ્થાઓના કર્મચારીઓને આ જોગવાઈનો લાભ મળશે.

આ NPS અંતર્ગત કર્મચારીના મૂળ પગાર+ મોંઘવારી ભથ્થાની 10 ટકા રકમ ફરજિયાત કપાત કરવાની જોગવાઈ યથાવત રહેશે પરંતુ જે કર્મચારી પોતાનો ફાળો વધારવા માંગે છે તેઓએ 12 ટકા અથવા 14 ટકામાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. કર્મચારી જે વિકલ્પ પસંદ કરેશે તે મુજબ રકમ સમાન સરકારી ફાળા તરીકે જમા કરશે. જો કે એક વખત વિકલ્પ પસંદ કર્યા પછી તેને કોઈપણ સંજોગોમાં બદલી શકાશે નહીં. તેમજ જે સંસ્થાઓએ નાણા વિભાગની મંજૂરીથી NPSનો સ્વીકાર કર્યો છે તે સંસ્થાઓએ આ ઠરાવ મુજબ સંસ્થા ફાળો વધારતાં પહેલાં નાણા વિભાગની મંજુરી લેવાની રહેશે.

 

આ માંગો સરકારે સ્વિકારી

  • મેડિકલ ભથ્થું 300ના બદલે સાતમા પગાર પંચ મુજબ 1000 કરવામાં આવશે.
  • 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપવી અને લાભ આપવા.
  • 50%એ પાસ કરવું. ઠરાવની તારીખથી અમલ થશે.
  • રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી. મૂળ નિમણૂક તારીખથી તમામ લાભો માટે તા.1/4/2019થી સળંગ નોકરીનો લાભ આપવો.
  • ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાકીય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય 8 લાખ છે જેમાં વધારો કરી 14 લાખ આપવાનું નક્કી કરેલ છે.
  • પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50%એ પાસના બદલે 40% અને પરીક્ષામાં 5 વિષયના બદલે 3 વિષય રાખવામાં આવે અને અંગ્રેજીનું પેપર રદ કરવું.
  • કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો. વ્યાજદરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા સંમત. અંદાજિત 6 લાખ રૂપિયા જેવો ફાયદો થાય. સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-2024 સુધી લંબાવવી.

આ પણ વાંચો : કોંગ્રેસ અને ભાજપ માટે મોટી ચિંતા, પાટીદાર નેતા અલ્પેશ અને ધાર્મિક હવે કેજરીવાલની સાથે

Back to top button