ગુજરાતચૂંટણી 2022ટ્રેન્ડિંગ

ચૂંટણી પહેલાં સરકારની વધુ એક મોટી જાહેરાત : ગુજરાતમાં 300 PSI અને 9000 LRDની કરાશે ભરતી

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યમાં રાજકીય માહોલ ગરમ થઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીનાં ગુજરાત પ્રવાસ બાદ પહેલી નવેમ્બર પછી કોઈપણ સમયે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે રાજકીય પક્ષોએ દ્ધારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ્ય સરકારે લાભપાંચમ પર પરીક્ષા આપતાં ઉમેદવારો માટે સૌથી મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલીસ પસંદગી નિમણુંક પત્ર કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, આવતા વર્ષે પણ વધુ 300 PSI અને 9 હજાર લોકરક્ષકની ભરતી કરવામાં આવશે.

આ પણ વાંચો : આખરે ગુજરાત સરકારે કોમન સિવિલ કોડ પર લગાવી મહોર, હવે શું હશે પ્રક્રિયા ?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત

વિધાનસભાની ચૂંટણી પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાઈ પોલીસ એકેડમી ખાતે આયોજીત એક કાર્યક્રમમાં મોટી જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ આવતા વર્ષે ગુજરાતમાં 300 PSI અને 9 હજાર LRDની ભરતી કરવાની જાહેરાત કરી છે. ત્યારે પોલીસમાં ભરતી થવા માગતા હોય તેવા રાજ્યના યુવાઓ માટે આ મહત્વની જાહેરાત છે. આજે કેબિનેટની બેઠકમાં સરકારે સમાન નાગરિક ધારોના પ્રસ્તાવ પાસ કર્યો હતો. ત્યારે સરકારે એક જ દિવસમાં બે અગત્યની જાહેરાત કરી છે.

કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી હતી.

આજે સવારે જ ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે, ત્યાં બીજી તરફ પોલિસમાં ભરતી થવા માંગતા યુવાનો માટે ગૃહ રાજ્યમંત્રીએ વધુ એક મહત્વની જાહેરાત કરી છે. હવે આ જાહેરાત ગુજરાતનાં યુવાનોનાં મત ખેંચવા માટે કરવામાં આવી છે કે ખરેખર તેમની સરકાર આવ્યાં બાદ ભરતી કરશે, તે સમય જ બતાવશે. કારણ કે એક તરફ સત્તામાં બેસેલી સરકાર ફરી ગુજરાત પર રાજ કરવા માટે નવા ‘કાયદા’ પસાર કરી રહી છે તો બીજી તરફ સત્તામાં આવવા મથતી પાર્ટીઓ જનતાને ‘વાયદા’ આપી રહી છે.

Back to top button