ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

કોંગ્રેસ અને ભાજપ માટે મોટી ચિંતા, પાટીદાર નેતા અલ્પેશ અને ધાર્મિક હવે કેજરીવાલની સાથે

વિધાનસભા ચૂંટણી પહેલાં સૌથી મોટો ખેલ આમ આદમી પાર્ટી દ્વારા પાડવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનનો વધુ એક મોટો ચેહરો રાજકારણમાં ઝંપલાવશે. અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આવતીકાલે આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું હવે લગભગ નક્કી થઈ ગયું છે.

આ પણ વાંચો : એક તરફ પાર્ટીનો ખેસ ધારણ નથી કરી રહ્યો અને ટિકિટ માટે દાવેદારી નોંધવતો હાર્દિક પટેલ, કેમ ઉઠી ચર્ચા

30 ઓક્ટોબરના ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જાહેરસભામાં કથિરિયા આપમાં જોડાશે તેવી વાત હવે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. નોંધનીય છે કે, અલ્પેશ કથિરિયાના આપમાં જોડાવાથી સુરતથી લઈ સૌરાષ્ટ્રના રાજનીતિના સમીકરણ બદલાશે તે વાત સ્પષ્ટ છે. અલ્પેશે પણ કહ્યું છેકે, ગારીયાધાર ખાતે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાશે.

અલ્પેશ અને ધાર્મિક અને હાર્દિક Hum Dekhenege News
File image

કેમ અલ્પેશ અને ધાર્મિકનું છે આટલું મહત્વ ?

અગાઉ અલ્પેશ કથિરીયાએ જ જણાવ્યું હતું કે તેમને ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી તમામ દ્વારા તેમના પક્ષમાં જોડાવવા માટે આમંત્રણો મળી રહ્યા છે. ત્યારે હવે આખરે તેમણે AAP સાથે જોડાવવાનો નિર્ણય કર્યો છે. અલ્પેશ સાથે ધાર્મિક માલવિયા જેઓ PAAS કન્વિનર પણ છે અને લાંબા સમયથી બંને સાથે છે. તેઓ પણ AAPમાં જોડાશે. ધાર્મિક માલવિયાને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટની ઓફર કરવામાં આવી હતી, જોકે તેમણે છેલ્લી ઘડી સુધી ચૂંટણી લડવા માટે ફોર્મ નહોતું ભર્યું. ત્યારે હવે તેમણે પણ AAPની વાટ પકડી છે.

પાટીદારોનું સુરતની પાંચથી છ બેઠકો પર ખૂબ મોટું પ્રભુત્વ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો વરાછા, કામરેજ ,ઓલપાડ ,કરંજ, કતારગામ સહિતની બેઠકો ઉપર પાટીદાર મતદારો જે રાજકીય પાર્ટીને ઈચ્છે તેને વિજય બનાવી શકે છે. ત્યારે હવે અલ્પેશ કથીરીયા નું આમ આદમી પાર્ટીમાં જોડાવાનું નક્કી થઈ ગયું છે.

આ પણ વાંચો : Exclusive: વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ખેલ પડ્યો, AAP ગુજરાતમાં ભંગાણની શરૂઆત

કેજરીવાલનો ગુજરાતમાં મોટો દાવ

આ વખતે ચૂંટણીને લઈને આ વર્ષે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં આજે ડેડીયાપાડા ખાતે જનસભા યોજાઈ હતી. તો બીજી તરફ આજે રાત્રે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ભાવનગર જશે. રાત્રી રોકાણ હોટલ નિલમબાગ ખાતે કરશે અને સવારે કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે, જે પછી અલ્પેશ કથિરીયાની સાથે ધાર્મિક માલવિયાની આપમાં જોડાવવાની વાત નક્કી ગણવામાં આવી રહી છે. આજે પણ કેજરીવાલે કંઈક વધુ લોકો આપમાં જોડાશે તેવી જાહેરાત કરી હતી.

Back to top button