ગુજરાતટોપ ન્યૂઝ

આખરે ગુજરાત સરકારે કોમન સિવિલ કોડ પર લગાવી મહોર, હવે શું હશે પ્રક્રિયા ?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે અત્યાર સુધીનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મુખ્યમંત્રીની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગે જાહેરાત કરી હતી.

હવે શું હશે પ્રક્રિયા ?

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ કહ્યું કે, વર્ષોથી આ મુદ્દો અટવાયેલો હતો. હવે ગુજરાતમાં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. આ અંગે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટી ગઠનના અધિકાર સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવ્યો છે. દેશમાં એક કાયદો હોય તો ઘણો ફાયદો થશે. તમામ નાગરિકોને એક સમાન અધિકાર મળશે. સર્વાનુમતે નિર્ણય લેવાય તે લોકશાહીની તાકાત. કમિટીમાં 3થી 4 સભ્યો રહેશે. સરકાર એક કમિટીની રચના કરી શકે છે. આ કમિટી યુનિફોર્મ સિવિલ કોડની શક્યતા તપાસશે. આ માટે વિવિધ પાસાનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાઇકોર્ટના નિવૃત્ત જજ આ કમિટીની અધ્યક્ષતા કરશે.

gujarat Uniform Civil Code Hum Dekhenege News

યુનિફોર્મ સિવિલ કોડથી શું થશે લાભ?

  • જ્ઞાતિ જાતી ધર્મ આધારિત કાયદાની વિસંગતતા દૂર થશે.
  • સામાજિક સદભાવના વધશે
  • મહિલાઓને લગતા કાયદા ધાર્મિક રીતે સમાન થવાથી અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રક્ષણ માટે આ કાયદો મદદરૂપ સાબિત થશે.
  • જમીન, સંપત્તિ, વારસાઈ, દાન, લગ્ન, છુટાછેડા તામામ જગ્યાએ ધર્મ આધારિતનાં બદલે માનવતા અને ન્યાય આધારિત નિર્ણયો સામાજિક સમરસતા અને સમાનતા લાવશે.

આ પણ વાંચો : ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં લાગુ થઈ શકે છે યુનિફોર્મ સિવિલ કોડ, જાણો શું છે જોગવાઈ

યુનિફોર્મ સિવિલ કોડ શું છે અને શું છે જોગવાઈ ?

સામાન્ય રીતે જો વાત કરવામાં આવે તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે કાયદાની નજરમાં બધા સમાન છે. જ્ઞાતિ, ધર્મ અને પછી ભલે તમે સ્ત્રી હોય કે પુરુષ, કાયદો બધા માટે સમાન છે. લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાથી લઈ ઉત્તરાધિકારના વારસો પરંતુ સૌ કોઈને સમાન રૂપે ગણવામાં આવે છે. હાલની સ્થિતિને જોતાં સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત અનુભવાઈ છે.

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમો. આનો અર્થ એ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે કોઈપણ ધર્મ અથવા જાતિના હોય. જે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના વિભાજનમાં તમામ ધર્મો માટે સમાન કાયદો લાગુ પડશે.

આ પણ વાંચો : કોંગ્રેસનો આપ પર વ્યંગ, પહેલા જીતે તેવા ઉમેદવાર ઉતારો પછી મુખ્યમંત્રી શોધો !

Back to top button