કોંગ્રેસનો આપ પર વ્યંગ, પહેલા જીતે તેવા ઉમેદવાર ઉતારો પછી મુખ્યમંત્રી શોધો !
વિધાનસભાની ચૂંટણીનો રંગ હવે જોરશોરથી સૌ કોઈ પક્ષને લાગી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ ધીમે ધીમે સક્રિય રૂપ ધારણ કરી રહી છે. જેમાં કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર ભાજપ કરતાં પણ આપ બની રહે તે વાત ચોક્કસ પણ કહી શકાય. આ વચ્ચે કોંગ્રેસ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આપ પર પ્રહાર કરતાં કહ્યું કે, આપ પહેલાં જીતે તેવા ઉમેદવારો તો જાહેર કરે પછી મુખ્યમંત્રીની વાતો કરે.
શ્રી જગદીશ ઠાકોર અને શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની 'યુનિફોર્મ સિવિલ કોડ' અંગે વિશેષ પત્રકારવાર્તા.https://t.co/DLN6UAFpmd
— Jagdish Thakor (@jagdishthakormp) October 29, 2022
કોંગ્રેસ નેતા દ્વારા આપ પર પ્રહાર કરતાં કહેવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટીએ પહેલાં 182 ઉમેદવારોના નામ જાહેર કરવા જોઇએ. આપના હાલમાં જાહેર થયેલા એક પણ ઉમેદવાર જીતી શકે તેવી સ્થિતિમાં નથી અને તેમના નેતા મુખ્યમંત્રીની વાતો કરે છે. કેજરીવાલે કેટલાં ધારસભ્યો જીતે છે તેનું મુલ્યાંકન કરવું જોઇએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત પરિવર્તન સંકલ્પ યાત્રા અંગે વિશેષ પત્રકાર પરિષદ – Bhavnagar https://t.co/myZuQjnEbw
— Gujarat Congress (@INCGujarat) October 29, 2022
આ તરફ આવતીકાલથી એટલે કે 31 ઓક્ટોબરથી ગુજરાત ભરમાં પરિવર્તન સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં આ યાત્રા ફરશે ત્યારે સૌરાષ્ટ્રમાંથી યાત્રાનો પ્રારંભ સોમનાથથી થશે અને સૌરાષ્ટ્રમાં યાત્રા ફરશે. કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે.
આ પણ વાંચો : ભાજપમાં 182 બેઠક માટે 3500થી વધુ દાવેદારો પણ માંગરોળ અને ઘાટલોડિયા બેઠક પર માત્ર એક જ દાવેદાર
રાજ્યમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ યાત્રા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફરશે. આ યાત્રાનો પહેલો રૂટ ભુજથી રાજકોટ સુધીનો છે. આ યાત્રાનો શુભારંભ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહના હસ્તે કરવામાં આવશે. જ્યારે બીજો રૂટ સોમનાથથી અમદાવાદ સુધીનો છે. જેનો પ્રારંભ હરિપ્રસાદજીના હસ્તે કરવામાં આવશે.
કોંગ્રેસના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દા:
- પ્રત્યેક ગુજરાતીને 10 લાખ સુધીની મફત સારવાર કરાવવાની જવાબદારી, દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
- ખેડૂતોને 3 લાખ સુધીનું દેવું માફ, વીજળી બિલ માફ, સામાન્ય વીજ વપરાશકારોને 300 યુનિટ સુધી વીજળી મફત.
- ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીઓ દ્વારા યુવાનોની ભરતી કરવામાં આવશે, 50 ટકા નોકરીઓ ઉપર મહિલાઓનો અધિકાર રહેશે
- સરકારી નોકરીઓમાં કોન્ટ્રેક્ટ પદ્ધતિ નાબૂદ થશે, બેરોજગાર યુવાનોને પ્રતિમાસ 3000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.
- દૂધ ઉત્પાદકોને દરેક લીટરે 5 રૂપિયાની સબસીડી આપવામાં આવશે, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે.
- ગુજરાતમાં 3000 સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં આવશે, દીકરીઓ માટે KGથી PG સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે.
- 4 લાખ રૂપિયાનું કોવિડ વળતર આપવામાં આવશે.
- છેલ્લા 27 વર્ષમાં જે જે ભ્રષ્ટાચારો થયા છે તેની સ્ક્રુટીની થશે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવવામાં આવશે અને ગુનેગારોને જેલમાં નાખવામાં આવશે.
- જૂની પેન્શન યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.
- મનરેગાની યોજનાની જેમ શહેરી રોજગાર ગેરંટી યોજના.
- કુપોષણ નાથવા અને ગરીબ વર્ગના લોકોને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે ઇન્દિરા રસોઈ યોજના લાગુ કરાશે.
- ગુજરાતમાં માછીમારોને રૂપિયા 3 લાખ સુધીની લોન માફ, મોટી બોટ માછીમારોને વાર્ષિક 36000 મીટર સેલ્સ ટેક્ષ ડીઝલ તથા નાની બોટ માટે 4000 મીટર સેલ્સ ટેક્ષ મુક્ત પેટ્રોલ, પાકિસ્તાને પકડેલ બોટના માલિકોને નવી બોટ બાંધવા રૂપિયા 50 લાખનું પેકેજ, નવા ફીસરીઝ બંદર અને વર્તમાન ફીસરીઝ બંદરનું વિસ્તરણ, માછીમારો માટે આવાસ યોજના તથા તેમના બાળકો માટે સ્કોલરશીપ.
આ પણ વાંચો : ભાજપમાં બાળક જન્મે એટલે મોદી-મોદી અને મોટો થાય એટલે ટિકિટ માંગે: ભાજપ ધારાસભ્ય