ટ્રાવેલટ્રેન્ડિંગ

31 ઓક્ટોબરથી શરુ થઈ રહી છે ઉદયપુર-અમદાવાદ ટ્રેન

લાંબા સમયથી ચર્ચિત એવી ઉદયપુર-અમદાવાદ ટ્રેનના ઉદઘાટન માટે હવે રાહ નહિ જોવી પડે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓકટોબરના સાંજે 6:30 વાગે અસરવા સ્ટેશન પરથી આ ટ્રેનનું ઉદઘાટન કરશે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ વિપક્ષના નેતા અને શહેરના ધારાસભ્ય ગુલાબચંદ કટારિયા અને ચિત્તોડગઢના સાંસદ સીપી જોશીને આની જાણકારી આપી હતી.

વિપક્ષના નેતા કટારિયાએ જણાવ્યું કે ઉદયપુર-અમદાવાદ ટ્રેનના ઉદ્ઘાટનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે સતત વાતચીત કરવામાં આવી રહી હતી. રેલવે મંત્રી વૈષ્ણવે વડાપ્રધાન સાથે ચર્ચા કર્યા બાદ 31 ઓક્ટોબરે સાંજે 6.30 વાગ્યે ઉદ્ઘાટન નક્કી કર્યું. પીએમ મોદી, રેલવે મંત્રી વૈષ્ણવ ટ્રેનને અસારવા સ્ટેશનથી લીલી ઝંડી બતાવશે. આ દરમિયાન, વિપક્ષના નેતા કટારિયા અને ચિત્તોડગઢના સાંસદ જોશી ઉદયપુર સિટી સ્ટેશન પર વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે. આ ઉપરાંત સાંસદ કનકમલ કટારા ડુંગરપુરથી અને ઉદયપુરના સાંસદ અર્જુનલાલ મીણા જવરમાઈન સ્ટેશનથી જોડાશે. ટ્રેનના ઉદઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના આદિવાસી મતદારો પ્રભાવિત કરવા 1 નવેમ્બરના રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આદિવાસીઓના મુખ્ય તીર્થસ્થાન માનગઢ ધામ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરશે. આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. માટે જ આ ટ્રેન દ્વારા આદિવાસી સમાજને પણ એક મોટી ભેટ મળી છે.

આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનને લાગી નજર !, ત્રણ દિવસમાં ત્રીજી વખત અટકી, પેસેન્જરોને ટ્રાન્સફર કરવા પડ્યા

ઉદયપુરથી અસારવા સુધીની ત્રણ ટ્રેનરેલવે બોર્ડ દ્વારા ઉદયપુર-અસારવાની ત્રણ રાઉન્ડની ટ્રેનોનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું હતું. ઉદયપુર-હિંમતનગર-અસારવા સેક્શન સુધી ટ્રેન ચલાવવાની દરખાસ્ત 19 જુલાઈએ મોકલવામાં આવી હતી. રેલવે મંત્રાલયે હવે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બેમાંથી એક ટ્રેન જયપુર અસારવા છે, જેના કારણે જયપુરને ગુજરાત સાથે સીધુ રેલ જોડાણ પણ મળશે. અત્યાર સુધી આ ટ્રેન ડુંગરપુર-અસારવા વચ્ચે ચાલે છે, જે 15 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવી હતી.

ઉદયપુરને આ ફાયદો છે
વ્યાપાર સુવિધા: ટ્રેનો શરૂ થવાથી મેવાડની ગુજરાત સાથેની કનેક્ટિવિટી વધશે. સામાન્ય રીતે મેવાડના ઘણા વેપારીઓ હોલસેલ ખરીદી માટે સુરત, અમદાવાદ પર આધાર રાખે છે.

પ્રવાસન વિકાસ: નવા માર્ગ પર ટ્રેન દોડવાથી માલસામાનનું પરિવહન સરળ બનશે. બીજી તરફ મેવાડમાં ગુજરાતી પ્રવાસીઓની ઘણી અવરજવર જોવા મળતી હોઈ છે માટે જ પરિવહન પણ વધશે.

આ છે ટ્રેનની સ્થિતિ
-ટ્રેન નંબર 20963-64 અને 19703-04 ઉદયપુર-અસારવા-ઉદયપુર દૈનિક (બે જોડી) એક્સપ્રેસ ટ્રેનો.
-ટ્રેન નંબર 12981-82 જયપુર-અસારવા-જયપુર દૈનિક એક્સપ્રેસ ટ્રેન. આ ટ્રેન દ્વારા જયપુર ગુજરાત સાથે જોડાશે.

જાણો આ સ્થિતિ
250 કિમી ઉદયપુર થી અસારવા સુધીનું અંતર
નવા સમયપત્રકમાં 36 સ્ટેશન ઉમેરાયા
આ ટ્રેનનું કુલ અંતર 299કિમીનું છે.
03 ટ્રેનોના પ્રસ્તાવને મંજૂરી

Back to top button