ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

વિશ્વની સૌથી ઉંચી શિવજીની પ્રતિમા, જાણો- તેની વિશેષતા

વિશ્વ સ્વરૂપમ… આ વિશ્વની સૌથી ઊંચી શિવજીની પ્રતિમા છે. ઊંચાઈ 369 ફૂટ. જ્યારે તમે ઉદયપુર-રાજસમંદ હાઈવે પરથી પસાર થશો, ત્યારે તમે ભગવાન શિવને પ્રસન્ન મુદ્રામાં જોશો.

vishva swaroopam shiva statue
vishva swaroopam shiva statue

આજથી તેના લોકાર્પણ સમારોહની શરૂઆત થઈ રહી છે. 9 દિવસ સુધી ચાલનારા આ સમારોહમાં 7થી 8 રાજ્યના સીએમ સહિત અનેક મંત્રીઓ અને સેલિબ્રિટી ભાગ લેશે.

અત્યારસુધી તમે પ્રતિમાની બહારનું રૂપ જોયું જ હશે, પરંતુ અમે પહેલીવાર એનું અંદરનું દૃશ્ય બતાવી રહ્યું છે. બહારથી દેખાતી આ પ્રતિમાની સુંદરતા એ છે કે એની અંદર બનેલા હોલમાં 10 હજાર લોકો એકસાથે આવી શકે છે, એટલે કે આ પ્રતિમામાં ગામ કે નગર વસવાટ કરી શકે છે.

vishva swaroopam shiva statue
vishva swaroopam shiva statue

વિશ્વ સ્વરૂપમ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યાં હતાં. 50 હજારથી વધુ લોકોએ આ પ્રતિમા બનાવી હતી. જે જગ્યામાં એ બાંધવામાં આવી છે એનું નામ પદમ ઉપવન છે.

 

 

vishva swaroopam shiva statue
vishva swaroopam shiva statue

આ પ્રતિમા એટલી વિશાળ છે કે તેને સંપૂર્ણ રીતે જોવામાં ઓછામાં ઓછા 4 કલાકનો સમય લાગશે. આ પ્રતિમા રાજસમંદમાં નાથદ્વારાના ગણેશ ટેકરી વિસ્તારમાં બનાવવામાં આવી છે. જ્યારે તમે નાથદ્વારાથી ગણેશ ટેકરી જશો ત્યારે એ 2 કિલોમીટર પહેલાં જ તમને પ્રતિમા જોઈ શકશો. આ પ્રતિમા ગુડગાંવના નરેશ કુમાવતે તૈયાર કરી છે.

પ્રતિમાની અંદરથી દર્શન કરો

પ્રતિમાની અંદર એક મોટો હોલ હતો, જેને લિફ્ટલોબી કહે છે. બેઠક વ્યવસ્થા પણ છે. અહીંથી આ પ્રતિમામાં ચાલવાની યાત્રા શરૂ થાય છે.

પ્રતિમાની અંદર અલગ-અલગ ઊંચાઈ પર જવા માટે 4 લિફ્ટ છે. અહીં ફરવા આવતા લોકોને 20 ફૂટની ઊંચાઈથી 351 ફૂટ સુધીની મુસાફરી કરાવવામાં આવશે.

અમને સૌથી પહેલા લિફ્ટ દ્વારા 270 ફૂટની ઊંચાઈ પર લઈ જવામાં આવ્યા હતા. ભગવાન શિવનો ડાબો ખભા આ ઊંચાઈ પર છે. અહીંથી આખું નાથદ્વારા દેખાય છે. આ ખભા પરથી તમે ભગવાન શિવના ત્રિશૂળનાં દર્શન કરી શકશો. જ્યારે અમે વીડિયો શૂટ કરી રહ્યા હતા ત્યારે એટલી ઊંચાઈએ પવન ફૂંકાતો હતો કે હાથ સ્થિર રાખવો મુશ્કેલ હતો.

ગ્લાસ બ્રિજ
ગ્લાસ બ્રિજ

270થી 280 ફૂટની ઊંચાઈ પર કાચનો પુલ

270થી 280 ફૂટની ઊંચાઈ પર જવા માટે એક નાનો પુલ બનાવવામાં આવ્યો છે. એની સૌથી મોટી વિશેષતા એ છે કે આ પુલ પથ્થર અથવા RCCનો બનેલો નથી, પણ કાચનો છે. અમને 21 સીડી પાર કરવામાં લગભગ 10 મિનિટનો સમય લાગ્યો. કાચની સીડીઓ પરથી ગ્રાઉન્ડ ફ્લોરનો નજારો જોવા જેવો હતો.

280 ફૂટ પર ભગવાનના નાગનાં દર્શન

ભગવાન શિવનો જમણો ખભો 280 ફૂટની ઊંચાઈ પર છે. અહીંથી તમે પદમ ઉપવનનો અદભુત નજારો મેળવી શકો છો. અહીંથી ભગવાન શિવના નાગના દર્શન તમે સરળતાથી જોઈ શકશો.

શિવજીની વિરાટ પ્રતિમા
શિવજીની વિરાટ પ્રતિમા

ભગવાન શિવ 110 ફૂટની ઊંચાઈ પર બિરાજમાન

ત્યાર બાદ ટીમ લિફ્ટ દ્વારા 110 ફૂટની ઊંચાઈએ પહોંચી હતી. આ વિસ્તારમાં હજુ પણ કેટલાંક કામ ચાલુ હતાં. જ્યારે ભોંયતળિયેથી ભગવાન શિવ પ્રતિમા તરફ નજર કરીએ તો કૈલાસ પર્વત જેવી મુદ્રા જોવા મળે છે, જે 110 ફૂટની ઊંચાઈ પર બનેલી છે. અહીં ભગવાન શિવનો જમણો હાથ જમીન પર છે. આ વિસ્તારમાં એક નાની ગેલરી બનાવવામાં આવી છે, જ્યાંથી તમે ઉદયપુર હાઈવે જોઈ શકો છો.

શિવજીની વિશાળ પ્રતિમા
શિવજીની વિશાળ પ્રતિમા

શરૂઆતમાં ઊંચાઈ 251 ફૂટ નક્કી કરવામાં આવી

નિર્માણકાર્યની શરૂઆતમાં 251 ફૂટ ઊંચી શિવની પ્રતિમા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં એની ઊંચાઈ વધારીને 351 ફૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે પ્રતિમા 351 ફૂટ પૂર્ણ થઈ ત્યારે એના પર ગંગાની જળધારા મૂકવાનો વિચાર આવ્યો. આ પછી જ્યારે આ જળધારા એના પર લગાવવામાં આવી તો તેની ઊંચાઈ વધીને 369 ફૂટ થઈ ગઈ.

Back to top button