ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત સરકાર આજથી ટેકાના ભાવે ખરીદી કરતા ખેડૂતોને લાભપાંચમ ફળશે

Text To Speech

દિવાળીના મિની વેકેશન બાદ આજે લાભ પાંચમથી અનેક ધંધાદારીઓ મુહૂર્તમાં પોતાના કામની શરુઆત કરશે. ત્યારે આજે પાંચમનું પાવન પર્વ છે. ત્યારે આ દિવસથી માર્કેટિંગ યાર્ડ ખૂલતા આજે લાભ પાંચમના શુભ મુહૂર્તમાં સરકાર ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરશે. આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત કરવામાં આવતા ખેડૂતોને લાભ પાંચમ ફળશે. સરકાર દ્વારા સતત 90 દિવસ સુધી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે.

સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી

કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ શુભ અને ફળદાયી હોય છે. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવો વેપાર શરૂ કરે છે તો તેને ફાયદો થાય છે. આથી ખેડૂતો માટે આજનો લાભપાંચમનો દિવસ મહત્વનો છે. ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. મગફળી, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સાથે જ સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. આજથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી ચાલશે. ગુજરાતના 50 કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદી ચાલશેનું જાણવા મળ્યુ છે.

સરકારે જાહેર કર્યા ભાવ

ગુજરાત સરકારે મગફળીનો મણનો ભાવ 1170 સરકારે જાહેર કર્યો છે. તો મગનો મણનો ભાવ સરકારે 1551 જાહેર કર્યો છે. તો અડદનો મણનો ભાવ 1320 જાહેર કર્યો છે. સોયાબીનનો મણનો ભાવ 860 જાહેર કર્યો છે. જેમાં 9,79,000 મેટ્રિક ટન મગફળી, 9588 મેટ્રિક ટન મગ, 23872 મેટ્રિક ટન અડદ, 81820 મેટ્રિક ટન સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે મંજૂરી સરકારે આપી છે. રૂપિયા 6315 કરોડની રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

GANDHINAGAR- HUM DEKHENGE NEWS
સરકાર દ્વારા સતત 90 દિવસ સુધી ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે.

સ્પોર્ટ સ્કીમ હેઠળ ખરીદી કરાશે: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, ખેડૂતોની આવક ડબલ કરવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લક્ષ્યાંક છે. આજથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની પ્રાઈઝ સ્પોર્ટ સ્કીમ હેઠળ ખરીદી શરૂ થશે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેથી સરકાર ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી કરે છે. જરૂર પડશે તો આ કેન્દ્રો વધારવામાં પણ આવશે. ગત વર્ષે મગફળી, ચણાની ખરીદી કરી હતી. 3.78 લાખ ખેડૂતો પાસે થી ખરીદી કરી હતી.

આ પણ વાંચો:ભારે વરસાદથી થયેલા પાક નુકશાની માટે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

Back to top button