ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાની નવ બેઠકો માટે 260 વધુ દાવેદારોએ દાવા રજૂ કર્યા

પાલનપુર  : ગુજરાતની આગામી વિધાનસભા ની ચૂંટણીને લઈને હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. રાજકીય પક્ષોની ગતિવિધિના ધમધમાટ વચ્ચે ભાજપ પક્ષ દ્વારા જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા.

 

 

સૌથી વધુ પાલનપુર બેઠક ઉપર 85 થી વધુ દાવેદારો સૌથી ઓછા વાવમાં ત્રણ દાવેદાર

પાલનપુરના રિદ્ધિ- સિદ્ધિ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષકોમાં ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયા, સાંસદ જશવંત ભાભોર અને પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ ઉપસ્થિત રહી બે દિવસમાં નવ બેઠકો માટે દાવેદારોને સાંભળી તેનો રિપોર્ટ મોવડી મંડળને સુપ્રત કરશે.નિરીક્ષકોએ દાંતા, થરાદ, વાવ, ધાનેરા અને પાલનપુર, વડગામ, ડીસા, દિયોદર અને કાંકરેજ બેઠક માટે સેન્સ મેળવ્યા હતા.

જેમાં 260 થી વધુ દાવેદારોએ પોતાના દાવા રજુ કર્યા હતા. ડીસા બેઠક માટે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, ડોક્ટર રાજુલબેન દેસાઈ, મગનભાઈ માળી ,રાજુભાઈ ઠક્કર સહિત 52 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. ધારાસભ્ય શશીકાંત પંડ્યા સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ આવ્યા હતા. અને ભારત માતાકી જય ના નારા પોકાર્યા હતા. નવ બેઠકો પૈકી સૌથી વધુ ડીસાની બેઠક માટે ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયેલો રહ્યો હતો.

ભાજપ -humdekhengenews

ડીસા વિધાનસભા દાવેદારો

1. પોપટલાલ નગાજી માળી

2. દિનેશભાઇ મહાદેવભાઈ દવે

3. મગનલાલ નારાણજી સોલંકી

4. નટુભાઈ મંગુલાલ ઠક્કર

5. સંજયકુમાર બાબુલાલ ગેલોત

6. વર્ષાબેન સંજયકુમાર ગેલોત

7. કનુભાઈ વનેશંકર જોશી

8. અમૃત પ્રભુરામ દવે

9. અશોકભાઈ બાબુલાલ પટેલ

10. રમેશકુમાર નાથાજી દેલવાડીયા

11. સંજયકુમાર મગનલાલ બ્રહ્મભટ્ટ

12. બાબુભાઇ જેસંગભાઈ દેસાઈ

13. નિલેષકુમાર હિંમતલાલ ઠક્કર

14. લેબજી ચમનજી પરમાર

15. શૈલેષકુમાર છગનભાઇ પ્રજાપતિ

16. ડો. રીટાબેન હિરેનભાઈ પટેલ

17. મહંત શ્રીરૂપપુરીજી મહારાજ

18. સાધ્વી નિર્મલપુરીજી

19. દિનેશભાઇ ગણપતલાલ જોશી

20. કલ્યાણભાઈ ગોવાભાઈ રબારી

21. બહાદુરસિંહ દાદુસિંહ વાઘેલા

22. સંજય નેમાજી સોલંકી

23. પ્રકાશ મફાજી ઠાકોર

24. ચેતનકુમાર જિતેન્દ્રકુમાર ત્રિવેદી

25. રસિકજી રતુજી ઠાકોર

26. રાજેશકુમાર મધુસુદન પુરોહિત

27. પ્રકાશકુમાર બાલાજી ઠાકોર

28. પ્રતાપજી રામસિંહ વાઘેલા

29. ભરતકુમાર બાબુલાલ જોશી

30. ધનેશભાઈ રામલાલ પરમાર

31. જયેશભાઇ રાયમલભાઈ દેસાઈ

32. ડો. રાજુલબેન દેસાઈ

33. ડો. જીતેન્દ્ર ઘનશ્યામ નાગર

34. દિલીપસિંહ લીલાધરભાઇ વાઘેલા

35. ભરતભાઈ મફતલાલ માળી

36. શાંતુજી મોતીજી વાઘેલા

37. મુકેશ લીલાધરભાઇ વાઘેલા

38. શૈલેષભાઇ અંબારામભાઈ રાયગોર

39. રેશ્માબેન ચેતનકુમાર ત્રિવેદી

40. દશરથભાઈ પીતામ્બરભાઈ રાજગોર

41. ડો. અવનીબેન ફતાભાઈ આલ

42. રાજુભાઈ ભીખાભાઇ ઠાકોર

43. રાજુભાઈ બુલચંદભાઈ ઠક્કર

44. ખેતાજી તેજાજી પરમાર

45. અતુલકુમાર પ્રેમચંદલાલ દરજી

46. શીતલબેન હેમંતભાઈ વાઘેલા

47. ભરતજી ધૂંખ

48. ચેલાજી રઘનાથજી ઠાકોર

49. ગલબાજી ચુનાજી ઠાકોર

50. ઊકાજી ધર્માજી ઠાકોર

51. શિલ્પાબેન દેવેન્દ્રકુમાર સોલંકી

52. શશીકાંત મહોબતરામ પંડ્યા

Back to top button