મનોરંજન

નિત્યા મેનન લગ્ન પહેલાં થઈ પ્રેગ્નેન્ટ ? : સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર

Text To Speech

ફિલ્મ ‘મિશન મંગલ’થી ચર્ચામાં આવેલી સાઉથની અભિનેત્રી નિત્યા મેનનની પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ છે. અભિનેત્રીએ લગ્ન વિના પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર સામે આવતા જ અભિનેત્રીના ચાહકો તેને માતા બનવા બદલ અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. જોકે આ જોઈને કેટલાક લોકો મૂંઝવણમાં આવી ગયા છે.

આ પણ વાંચો : Ram Setu vs Thank God : ફિલ્મ ‘રામ સેતુ’એ બોક્સ ઓફિસ કલેક્શનમાં અજય દેવગનની ‘થેન્ક ગોડ’ને આપી માત

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી પ્રેગ્નન્સી કીટની તસવીર

‘બ્રીથ’ વેબ સિરીઝમાં અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન શેર કરનાર અભિનેત્રી નિત્યા મેનન પાછલા દિવસોમાં તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં હતી. જોકે, અભિનેત્રીએ આ સમાચારને અફવા ગણાવીને ફગાવી દીધા હતા. હવે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સી કીટની તસવીર શેર કરી છે, ફોટો પોસ્ટ કરતાં નિત્યાએ તેને કેપ્શન આપ્યું છે, “અંત, આશ્ચર્યની શરૂઆત થાય છે.” આ જોઈને તેને પરિવાર અને મિત્રો તરફથી અભિનંદન મળવા લાગ્યા. અભિનેત્રીની પોસ્ટ પર અનેક શુભેચ્છાઓ અને અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nithya Menen (@nithyamenen)

શું પ્રેગ્નન્સી આગામી ફિલ્મના પ્રમોશનનો ભાગ ?

જોકે નિત્યા મેનનની આ પોસ્ટથી ઘણા યુઝર્સ મૂંઝવણમાં છે કારણ કે અભિનેત્રીએ હજુ લગ્ન કર્યા નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે તે ખરેખર ગર્ભવતી છે, જ્યારે કેટલાક યુઝર્સ માને છે કે આ પ્રેગ્નન્સી સરપ્રાઈઝ ચોક્કસપણે અભિનેત્રીની આગામી ફિલ્મના પ્રમોશનનો ભાગ છે.

નિત્યા મેનને અભિષેક બચ્ચન સાથે વેબ સિરીઝ ‘બ્રીથ’માં કામ કર્યું હતું, જેના કારણે તેને હિન્દી સિનેમાના દર્શકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. નિત્યા મેનનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે મામૂટીની ‘પુઝુ’માં જોવા મળી હતી, તાજેતરમાં જ નિત્યા મેનન સુપરસ્ટાર ધનુષની ‘થિરુચિતામ્બલમ’માં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી.

Back to top button