ટોપ ન્યૂઝવર્લ્ડ

ઈમરાન ખાને કર્યા ભારતના વખાણ, પાકિસ્તાન સરકારને ફેંક્યો પડકાર

Text To Speech

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ પીએમ ઈમરાન ખાને પાકિસ્તાનની વર્તમાન સરકાર સામે મોરચો ખોલ્યો છે. સરકાર વિરુદ્ધ લાહોરથી ઈસ્લામાબાદ સુધી કાઢવામાં આવી રહેલા લોંગ માર્ચ (હકીકી આઝાદી)માં ઇમરાને જનતાને સંબોધતા ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી હતી.

તેમણે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ દ્વારા શાસક શાહબાઝ શરીફ સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. તેમણે ટોણો મારતા કહ્યું કે હું નવાઝની જેમ દેશ છોડીને ભાગીશ નહીં. તેમને કહ્યું કે, હું જીવીશ પણ આ ધરતી પર અને મરીશ પણ આ ધરતી પર.

તેમણે કહ્યું કે હું એ પાકિસ્તાનને જોવા માંગુ છું જે એક આઝાદ દેશ છે. આ માટે તમારે મજબૂત સેનાની જરૂર છે. જો તમારી સેના નબળી હશે તો દેશની આઝાદી રહેતી નથી. અમે આપણા દેશને નુકસાન પહોંચાડવા માંગતા નથી.

ઈમરાન ખાને કહ્યું કે સરકારે ખુલ્લા કાનથી સાંભળવું જોઈએ, હું પણ ઘણી બધી બાબતો જાણું છું, પરંતુ મારા દેશ માટે મારા લોકોના હિત માટે હું ચૂપ છું, હું બોલતો નથી.

Back to top button