કોંગ્રેસમાં વગ ધરાવતા ધારાસભ્ય ભાજપમાં ટીકીટ લેવા લાઇનમાં જોડાયા
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટુંક સમયમાં જાહેર થઈ શકે તેમ છે. ત્યારે ચાર વિધાનસભાઓ માટે સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત બપોર સુધીમાં ઈડર, ખેડબ્રહ્મા સહિત પ્રાંતિજ વિધાનસભાના દાવેદારો ઉમટ્યા હતા. તો કોંગ્રેસ છોડી પ્રાંતિજના મહન્દ્રસિંહ અને ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કે જે હાલમાં જ ભાજપમાં જોડાયા છે એ પણ દાવેદારી નોધાવા ઉમટી પડ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતની આ બેઠક માટે બે ભાઈઓની દાવેદારીથી ભાજપમાં અસમંજસ
સર્કિટ હાઉસથી એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામી
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો માટે આજથી સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત સાબરકાંઠાના ઇડરમાં 32થી વધારે ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જેમાં 10 મહિલાઓ સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત હાલના ધારાસભ્ય હિતુ કનોડિયાએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. જોકે આ તબક્કે સાબરકાંઠા જિલ્લામાં સેન્સ માટે આવેલા પૂર્વ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સીતાબેન નાયક સહિત પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે સવારથી જ ચારેય વિધાનસભાના ઉમેદવારો પોતપોતાના ટેકેદારો તેમજ સમર્થકો સાથે ઉમટી પડયા હતા. એક તબક્કે સર્કિટ હાઉસનો મુખ્ય દરવાજો બંધ કરાવવા સુધીની ફરજ પડી હતી. તેમજ સમર્થકો અને ટેકેદારોના હલ્લાબોલના પગલે સ્થાનિક આગેવાનો દ્વારા મુખ્ય ગેટ ખોલાયો હતો. તેમજ સર્કિટ હાઉસથી એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જામી હતી. સાથોસાથ મુખ્ય દરવાજો બંધ કરાય એના પગલે કેટલાક આગેવાનોમાં વિરોધનો સુર પણ ઉઠ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસના આ ધારાસભ્ય 55 કિલોમીટર પગપાળા ચાલ્યા, કારણ જાણી રહેશે દંગ
ભાજપમાં સેન્સ બાબતે સર્કિટ હાઉસનો મુખ્ય દરવાજો બંધ કરવો પડ્યો
જોકે આખરે દરવાજો ખોલતા ઇડરની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત બપોર સુધીમાં ઇડર વિધાનસભાના 32 ઉમેદવારો અંગે સેન્સ લેવાઈ ચૂકી છે. તેમજ આ તબક્કે બોલતા પૂર્વ ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસ કાર્યોને યથાવત રીતે ટકાવી રાખવા નો સ્થાનિક લોકોનો ઉત્સાહ છે સાથોસાથ અત્યાર સુધીમાં ક્યારેય ન મેળવી હોય એટલા પ્રચંડ બહુમત સાથે ગુજરાતમાં ભાજપ સરકાર બનાવશે. સાથોસાથ ઉમેદવારી મામલે સ્થાનિક લોકો અને ટેકેદારોએ આજે રજૂ કરેલા વિવિધ દાવાઓ વચ્ચે ડબલ એન્જિન સરકાર સહિત વિકાસ પ્રક્રિયાને ટકાવી રાખે તેવા ઉમેદવારોને પસંદગી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. તો કોંગ્રેસ છોડી ખેડબ્રહ્માના વિધાનસભાના ધારાસભ્ય અને અને પ્રાંતિજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પણ લાઈનમાં ઉભા રહીને દાવેદારી નોધાવી રહ્યાં હતા. એક સમયે કોંગ્રેસમાં વગ ધરાવતા ધારાસભ્યને પણ ટીકીટ લેવા માટે આમ લોકોની જેમ ઉભુ રહેતા ચર્ચાસ્પદ પણ બન્યા હતા.