અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતની IT પોલિસીને મોટી સફળતા : લાઇટ સ્ટોર્મ કંપની 1 હજાર કરોડથી વધુનું કરશે રોકાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી ર૦રર-ર૭ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 1000 કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) અને ડેટા સેન્ટરોનું નિર્માણ કરવા માટે ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં MoU સંપન્ન કરવામાં આવ્યુ છે.

GUJARAT- HUM DEKHENGE NEWS
ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા પોલિસી જાહેર કરવામાં આવી

1000 કરોડથી વધુના રોકાણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બનાવવામાં આવી છે. જેમાં 2000 કરતાં વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ જરુરીયાતમંદોને રોજગારીની નવી તકો ઉભી થશે. ત્યારે IT/ITes પોલિસીની ફલશ્રુતિ રૂપે 28,750 નવી રોજગારી સર્જન માટે અત્યાર સુધીમાં ૧૬ એમઓયુ થઈ ચુક્યા છે.   આ સંદર્ભમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. 1000 કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU કરવામાં આવ્યુ છે.

GUJARAT- HUM DEKHENGE NEWS
. ૧૦૦૦ કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU કરાયું

5 વર્ષમાં ગુજરાતમાં અનેક રોજગારની તકો 

  ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO શ્રી અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારે આ MoU ના પરિણામે આગામી 5 વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ 2000 કરતાં વધુ રોજગારીનું સર્જન થશે. એટલું જ નહિ, આ પ્રોજેક્ટ અંતર્ગત યુરોપથી સીધો જ ગુજરાતમાં સબમરીન કેબલ સ્થપાશે, જેના કારણે યુરોપ, મિડલ ઇસ્ટ, યુ.એસ. અને એશિયા સાથે Data Connectivity માં વધારો થશે અને રાજ્યમાં ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનાને વેગ મળવા સાથે આવા કેબલ લેન્ડીંગ સ્થાપનારૂં દેશનું ત્રીજુ રાજ્ય બનવાની દિશા ગુજરાત માટે ખૂલી છે.

GUJARAT- HUM DEKHENGE NEWS
વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO શ્રી અમાજીત ગુપ્તા એ આ MoU પર હસ્તાક્ષર કર્યા

વૈશ્વિક IT કંપનીઓ સાથે 16 જેટલા એમઓયુ        

પોલિસી જાહેર થયાના 7 મહિના જેટલા ટૂંકાગાળામાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે 16 જેટલા એમઓયુ થયા છે, તેના કારણે 28,750 કુશળ IT રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે થયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ડી.એસ.ટી ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: સંરક્ષણ ક્ષેત્રે ભારત હવે વધુ મજબૂત : છેલ્લા 5 વર્ષમાં શસ્ત્ર નિકાસમાં 334 ટકાનો વધારો

Back to top button