ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

રાજકોટઃ જિલ્લા ભાજપ મંત્રીના પતિને સેન્સ પ્રક્રિયામાં જવા ન દેવાતા માથાકૂટ કરી; લિસ્ટમાં પૂર્વ CMનું નામ જ નહીં

રાજકોટઃ આજથી રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિધાનસભા બેઠક 69માં શહેર ભાજપ પ્રમુખથી માંડી ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર અને સંઘ સાથે જોડાયેલા નેતાઓ દાવેદારી કરશે. ડો. કિરીટ સોલંકી, વંદનાબેન મકવાણા અને ભરત બારોટ દ્વારા સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ નથી. તો રાજકોટ શહેરની ચાર સીટની સેન્સ પ્રક્રિયામાં ભાજપના કાર્યકરોની નારાજગી સામે આવી હતી.

ગ્રામ્યના આગેવાનો સાથે બોલાચાલી કરી
રાજકોટ શહેરની ચાર સીટ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા વરવા દૃશ્યો જોવા મળ્યા હતા. જિલ્લા ભાજપ મંત્રીના પતિ વિનુ ઠુમ્મરે શહેર અને ગ્રામ્યના આગેવાનો સાથે બોલાચાલી કરી હતી. અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયામાં જવા માગતા હતા. પરંતુ સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા માથાકૂટ થઈ હતી. રાજકોટ ગ્રામ્ય બેઠક પર સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ બેઠક પર હાલના ધારાસભ્ય લાખા સાગઠિયા, મોહન દાફડા, ભાનુબેન બાબરીયા, રાજુ અઘેરા, બાલુબેન મકવાણા, ગિરીશ પરમાર, કંચનબેન બગડા, બીંદીયાબેન મકવાણા અને મનોજ રાઠોડે દાવેદારી નોંધાવી છે.

જેતપુરમાં રાદડિયા, ખાચરીયા અને કોરાટની દાવેદારી
રાજકોટ જિલ્લામાં સૌથી પહેલા જેતપુર-જામકંડોરણા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેતપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ દાવેદારી નોંધાવી છે. રાજકોટ ગ્રામ્ય બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

BJP
જેતપુર બેઠક માટે વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા, પૂર્વ ધારાસભ્ય જશુમતીબેન કોરાટ અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાએ દાવેદારી નોંધાવી છે.

સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો આકરા પાણીએ
રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ અને રાજકોટ દક્ષિણ બેઠકની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ પૂર્વ બેઠક પર રાજ્ય કક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીએ ફરી દાવેદારી કરવા ઇચ્છુક છે. 75 પ્લસ વટાવી ચૂકેલા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ ફરી દાવેદારી કરવા ઇચ્છુક છે. રાજકોટમાં સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો આકરા પાણીએ થયા છે. કેટલાક કોર્પોરેટરોએ વિધાનસભા બહારના ઉમેદવારોની સેન્સ આપતા નિરીક્ષકો અકળાયા હતા. કોર્પોરેટરોને ટકોર કરી હતી કે, સ્થાનિક અને ઓળખતા હોય તેવા ઉમેદવારોની સેન્સ આપો. સેન્સ પ્રક્રિયામાં અલગ અલગ દાવેદારો પોતાની દાવેદારી માટે લોબીંગ કરતા હોવાનું સામે આવ્યું છે.

રૂપાણીની બેઠક પર સૌ કોઈની નજર
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર સૌ કોઈની મીટ મંડાઈ છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીથી માંડીને ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ મેદાનમાં છે. અનેક મોટા માથાઓ પણ લડી લેવાના મૂડમાં છે. આ બેઠક પર સૌથી વધુ લોહાણા, બ્રાહ્મણ, વાણીયા અને કડવા પાટીદાર સમાજના મતદારો છે. આ બેઠક પર સૌરાષ્ટ્રના સૌથી વધુ હાઈપ્રોફાઈલ મતદારો છે. આ બેઠક પર વર્ષો સુધી ભાજપના પીઢ નેતા અને ક્ષત્રિય સમાજના અગ્રણી વજુભાઈ વાળા ચૂંટાઈને આવતા હતા.

bjp
રાજકોટ શહેર અને જિલ્લાની બેઠક માટે સેન્સ લેવા માટે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

સૌથી વધુ ચર્ચામાં ગોંડલ-જસદણ બેઠકની સેન્સ પ્રક્રિયા
રાજકોટ ગ્રામ્ય બેઠકો પર આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૌથી વધુ ચર્ચામાં ગોંડલ બેઠકની સેન્સ પ્રક્રિયા છે. બીજી તરફ જસદણ બેઠકની સેન્સ પ્રક્રિયા પણ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલ અને જસદણ બેઠક પર સૌની નજર છે. ગોંડલ બેઠક પર કોણ કોણ દાવેદારી કરશે તેના પર સૌની નજર છે. ગોંડલ બેઠક પર બે ક્ષત્રિય અગ્રણીઓના પુત્રોને ટિકિટ માટે ભારે ખેંચતાણ છે.

જસદણ બેઠક પર પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાના જૂથવાદ વચ્ચે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની જેતપુર-જામકંડોરણા બેઠક પર કોણ કોણ દાવેદારી કરશે તેના પર સહકારી અને ખેડૂત આગેવાનોની નજર છે.

Back to top button