ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત AAP દ્વારા પોતાના ઉમેદવારની સાતમી યાદી જાહેર કરી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખની રાહ જોવાઈ રહી છે. બાકી રાજકીય પક્ષોએ તો પોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ જ્યાં એકતરફ પોતાના ઉમેદવારની પસંદગીને લઈને સેન્સ લઈ રહી છે, ત્યારે આમઆદમી પાર્ટી પોતાના ઉમદેવારની સાતમી યાદી જાહેર કરી છે. આમઆદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી સાતમી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!
બસ હવે તો પરિવર્તન જોઈએ જ!#એક_મોકો_કેજરીવાલને pic.twitter.com/mo4rqSYW7J
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 28, 2022
AAP પાર્ટી વધુ 13 ઉમેદવારો જાહેર કર્યા
કડીથી એચ.કે.ડાભી, ગાંધીનગર નોર્થથી મુકેશ પટેલ, વઢવાણથી હિતેશ પટેલ બજરંગ, મોરબીથી પંકજ રાનસરિયા, જસદણથી તેજસ ગાજીપરા, જેતપુરથી રોહિત બહુવા, કાલાવાડથી ડો. જિગ્નેશ સોલંકી, જામનગર ગ્રામીણથી પ્રકાશ ડોન્ગા, મહેમદાબાદમાં પ્રમોદભાઈ ચૌહાણને ટિકિટ આપી છે. તો લુણાવાડાથી નટવરસિંહ સોલંકી, સંખેડાથી રંજન તડવી, માંડવી (બારડોલી)થી સાયનાબેન ગામીત અને મહુવા (બારડોલી)થી કુંજન પટેલ ધોળિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.