ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ સાથે કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
ભારતીય નોટો પરના ફોટાને લઈને રાજનીતિ તેજ બની રહી છે. ત્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતીય ચલણી નોટો પર મહાત્મા ગાંધીની સાથે લક્ષ્મીજી, અને ગણેશજીની તસવીર લગાવવાની માંગ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મેં વડાપ્રધાન મોદીને પત્ર લખીને 130 કરોડ ભારતીયો વતી ભારતીય ચલણ પર મહાત્મા ગાંધીજી અને લક્ષ્મી ગણેશજીની તસવીર લગાવવાની વિનંતી કરું છું.
પત્રમાં લખ્યું શુ લખ્યુ કેજરીવાલે
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રમાં લખ્યું, ‘આદરણીય વડાપ્રધાન, દેશના 130 કરોડ લોકો ઈચ્છે છે કે ભારતીય ચલણની એક તરફ ગાંધીજી અને બીજી બાજુ શ્રી ગણેશજી અને લક્ષ્મીજીની તસવીર હોવી જોઈએ. આજે દેશની અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતની ગણતરી વિકાસશીલ અને ગરીબ દેશોમાં થાય છે. આજે પણ આપણા દેશમાં ઘણા ગરીબો છે. કેમ ?’ તેમણે આગળ કહ્યું, ‘એક તરફ આપણે બધા દેશવાસીઓએ સખત મહેનત કરવાની જરૂર છે અને બીજી તરફ આપણને ભગવાનના આશીર્વાદની પણ જરૂર છે જેથી આપણા પ્રયત્નોની ફળ પ્રાપ્તી થાય. યોગ્ય નીતિ, પરિશ્રમ અને ઈશ્વરના આશીર્વાદ તેમના સંગમથી જ દેશની પ્રગતિ થશે.
કોંગ્રેસે ભીમરાવ આંબેડકરનો ફોટો મુકવાની માંગ કરી હતી
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ મહાત્મા ગાંધી સાથે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવાની માંગ કરી છે. મનીષ તિવારીએ આ અંગે ટ્વિટ કર્યું છે. મનીષ તિવારીએ કહ્યું કે અહિંસા, બંધારણવાદ અને સમતાવાદ એક અનોખા સંઘમાં ભળી રહ્યા છે, જે આધુનિક ભારતીય પ્રતિભાને સંપૂર્ણ રીતે જોડશે. તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી નીતિન રાઉતે પણ આ અંગે ટ્વીટ કરીને માંગ કરી હતી કે નોટ પર મહાત્મા ગાંધી સાથે બાબાસાહેબ આંબેડકરનો ફોટો કેમ લગાવવો જોઈએ. આ દરમિયાન તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો: હવે કેજરીવાલે ગાયના મુદ્દે આપી ગેરન્ટી, જાણો શું કહ્યું ?